Tuesday, July 31, 2018

વિનય મંદિર દાંડી


આજે અમારા વિનય મંદિરનો ૪૯મો જન્મદિન. આખું વરસ સુવર્ણ જયંતિ સ્વરૂપે ઉજવાશે ત્યારે મારા તમામ ગુરુજનોને પ્રણામ અને મિત્રોને હાય-હેલો કરતી આજની રચના .......
વિનય મંદિર દાંડી
અરબી સમુદ્રને કિનારે, નમક સત્યાગ્રહના ગામે,
છે માધ્યમિક સ્કૂલ મારી વિનય મંદિર નામે.
શિક્ષણના આ ધામે મા સરસ્વતી બિરાજે,
કાંઠામાં કાયમ વિનય મંદિર નામ ગાજે.
આબાલવૃદ્ધ સૌ બોલે અડગ વિશ્વાસથી આજે,
સારું શિક્ષણ જોઈએ તો વિનય મંદિર જાજે.
દાંડી આવે લોકો મહાત્મા ગાંધીના નામે,
પણ વાલી આવે શિક્ષણની ગુણવત્તા કાજે.
ધીરુભાઈના કર્મની ગંગા વહે છે આ ગામે
યાદ આવે છે બોતેર થી છોતેર પંકજને નામે.
(પંકજદાંડી)


થયા બાંકડા ખાલી


ધીમે ધીમે મિત્રો ગયા ને થયા બાંકડા ખાલી,
ઓલ્ડ મેનની જીવનરેખા The end તરફ ચાલી.
રોજ વાંચું છું ગુજરાતમિત્રમાં વસમી વિદાયનું પાનું ,
જરૂર એક દિ  હશે આ જ જગ્યાએ નામ મારું પોતાનું.
મિત્ર વિરહના અસહ્ય દર્દનું એક માત્ર ભક્ષક,
મજબૂત મનોબળ છે સાચેજ જીવન રક્ષક.
(પંકજદાંડી)

બા....બા...બા


બોલ્યો હતો હું બોલ પહેલો, બા....બા...બા
શીખ્યો હતો હું અક્ષર પહેલો, બા....બા...બા
ભણ્યો હતો હું પાઠ પહેલો, બા....બા...બા
સામાપુરની ધૂળમાં બોલ્યો, બા....બા...બા
દાંડીના દરિયામાં બોલ્યો, બા....બા...બા
સ્ટેટ બેંકથી ચેક બોલ્યો બા....બા...બા..
કેમ્પસના ક્વાર્ટરથી બોલ્યો, બા....બા...બા
મોન્ટ્રિઅલથી મોબાઈલ બોલ્યો, બા....બા...બા
ભૂલ કરી તો યે ના માર્યો, હો..જો..બા
હેત કરીને ભૂલ સુધારી, હો..જો..બા
હરદમ અમને દેતી રહી બા....બા...બા
અમારી કદી ન ઓશિયાળી બની બા....બા...બા
 દાદી ને વડદાદી બની બા....બા...બા
લાબું જીવી, સારું જીવી બા....બા...બા
વય ૮૫ નોટઆઉટ રહી બા....બા...બા...

પેન્શન વિના રિટાયર્ડ



ઉમર ૬૫ થઇ જાય પણ કેનેડામાં ૧૦ વરસની મર્યાદા
 પુરી ન થાય અને જોબ પણ મળે નહીં તો આવી દશા થાય.

કેનેડામાં થયા જો તમે પેન્શન વિના રિટાયર્ડ,
એક્સ્ટ્રા એક્ટિવિટી વિના થશો ઘણાજ ટાયર્ડ.
ગણાશે તમારું જીવન ડોલારામાથી ય સસ્તું,
 વડીલમાંથી ડિગ્રેડ થઈને બની જશો એક વસ્તુ.
દીકરા-વહુ પણ સીમા બંધાશે ખુદ તમારી ફરતે,
ગ્રાન્ડચિલ્ડ્રન પણ તમારાં અનનોન ની  જેમ વર્તશે.
(પંકજદાંડી)


દેખાય એ બીચ દાંડી છે


પૂનમના પૂર્ણ ચંદ્રની આ રાત નથી,
આ તો આથમતા સૂરજની સાંજ છે.
પંકજને કવિતા લખવાની આ સમજ નથી,
આ તો દોસ્તોના દિલમાં સમાવાની રમત છે.
દરિયા કિનારે કોઈના ફરવાની માહિતી નથી,
આ તો પૃથ્વી  જ ફરી તેની સાબિતી છે.
ભાઈ, સમજ્યા મેં કંઈ વાત માંડી છે?
તો આ દેખાય એ બીચ દાંડી છે. 
(પંકજદાંડી)

બે ટ્રેન જેવાં


આપણે હતાં એકજ દિશામાં જતી બે ટ્રેન જેવાં
નજીક આવીએ છતાં દૂર ને દૂર રહેતા બે ટ્રેક જેવાં.
એક જંકશનથી હું આમ ગયો, ને તું તેમ ગઈ.
પછી આપણી દુનિયા જ બદલાય ગઈ.
તું કેનેડામાં કાયમી થઇ ગઈ,
ને આ ભાઈ  દાંડીમાં દૂર રહી ગયા.
પણ જોયું નસીબની બલિહારી ?
ફરી પાછા આપણે ફ્રેન્ડ થઇ ગયા.
(પંકજદાંડી)

વહાલની વાવણી


લાગણી લાગણી બોલતાં મેં વહાલની વાવણી કરી દીધી,
નાની આર્યા ને નાના પ્રાયનની રમત મેં પણ રમી લીધી.
કોણ કહે છે પંકજ જિંદગી સીધીસાદી જીવ્યો ?
અરે દોસ્તો, કોમેડી કરતાં કરતાં ટ્રેજેડી ય ભજવી ગયો.
દાંડીથી નવસારી થઇ મોન્ટ્રિઅલનો રસ્તો માપી ગયો.
ડોલર કમાવા આવ્યો ને કવિતા લખતો થઇ ગયો.
  (પંકજદાંડી)