Friday, February 21, 2020

વાસનાના ગુલામ



હે સૃષ્ટિના રચયિતા !
કેવું અદ્દભુત છે તારું પ્લાનિંગ !
પૃથ્વીવાસીઓને તેં કેવી અદ્દભુત ભેટ આપી છે ?
આકાશ, પ્રકાશ, સૂર્ય,ચંદ્ર અને તારાઓ,
વનરાજી, પશુઓ, પંખીઓ, પતંગિયાં,
નદી, સરોવર, સાગર, પર્વત, ખીણ,
રેગિસ્તાન ને બર્ફીસ્તાન, આ દેહ, જીવન અને મન.
આ બધુજ તેં અમને વગર માગ્યે આપ્યું.
પણ અમે એનું મહત્વ સમજી ન શક્યા.
પણ તને નથી લાગતું આ મન
તારી સૃષ્ટિના સોફ્ટવેરનો ખતરનાક વાયરસ છે ?
આ મન દોડી રહ્યું છે ચંચળ કામનાઓ તરફ, જેનો કોઈ છેડો નથી.
એ માટે અમે બેશરમ બની પાપો કરતા રહીએ છીએ.
અમે વાસનાના ગુલામ છીએ.
ઓ દયામય !
અમને એ ગુલામીમાંથી છૂટવાની શક્તિ પ્રદાન હો.
(પંકજદાંડી)

રાધા



કડકડતા ઠંડા વિન્ટરની બર્ફીલી ઇવીનીંગમાં,
મોન્ટ્રિઅલના ફ્રોઝન થયેલા વોક-વે પર,
વિન્ટર શૂઝ અને જેકેટમાં સજ્જ,
હળવેથી ચાલતી કોઈ બ્યુટીકવીન,
મરક મરક સ્માઈલ સાથે,
ખીસામાંથી પોતાનો હાથ કાઢી,
કોઈ અજાણ્યા વૃદ્ધના હાથમાં પરોવી,
તેને રોડ ક્રોસ કરાવી આપે,
તે જિન્દાદિલીનું નામ રાધા છે.
(પંકજદાંડી)

મોદી શાહ ની જોડી



છોડો યાર આવું તો ઇન્ડિયામાંજ થાય છે,
જે ઘૂસણખોર ઘૂસે છે તેને બધું જ મળે છે.
રેશનકાર્ડ, આધારકાર્ડ ને વોટર આઈ ડી,
ધંધા બે નંબરી  ને ઉપર છે બંગલા ગાડી.
પ્રિયંકા, અરૂંધતી, સોનિયા ને મમતા દીદી,
દાદા પવાર, કેજરી, લાલુ, રાહુલ ને ઓવૈસી.
બાળે બસ, ટ્રેન ને મારે પોલીસ પર પથરા,
પણ સૌને ભારે પડે છે બે ગુજરાતી એકલા.
મારા દેશને  મળી છે મોદી શાહ ની જોડી
કોઈ માઈનો લાલ ન શકે હવે ઇન્ડિયાને તોડી.
(પંકજદાંડી)

મોદી અમને મારી રહ્યો છે




ભારતભરમાં હાલ બે જ મુદ્દા ચર્ચાય રહ્યા છે,
CAA ને NRC ના લાભ ગેરલાભ સમજાવાય રહ્યા છે.
નેતાઓ કરાવે આંદોલનો પોતાના સ્વાર્થ કાજે,
સમજતી નથી પ્રજા ને દેશ બદનામ થઇ રહ્યો છે.
ધૂમ મચી છે સોસીયલ મીડિયા પર, પુરાવામાં વિડીયો છે,
આરોપ અને પ્રત્યારોપ સાથે સાબિતી આપી રહ્યો છે.
તોફાનો કરવા દોડી રહ્યા છે જીવને જોખમમાં મૂકીને,
અને ફરિયાદ કરે છે મોદી અમને મારી રહ્યો છે.
(પંકજદાંડી)

નટખટ નટવર


નટખટ નટવર
ગજબનો છોકરો હતો હું,
નાનો નટખટ નટવર હતો હું.
દોસ્તોને સદા કહેતો રહેતો હું,
સૌને પ્રેમ કરો, જેમ કરું છું હું.
 દુઃખને કહેતો હટાવી દઈશ તમને હું.
સ્વપ્નોને કહેતો પૂરાં કરીશ તમને હું.
બંધનને કહેતો તોડીશ તમને હું,
સગવડને કહેતો છોડીશ તમને હું.
મોન્ટ્રિઅલમાં બેઠો કવિતા લખીશ હવે હું.
જીવનને નવી દિશા આપીશ હું.
(પંકજદાંડી)

દુનિયાકી કહાની




ક્યોં છીપાઈ જાતી હૈ ગરીબોં કી બસ્તી,
જહાં જિંદગી હૈ મહેંગી ઔર મૌત હૈ સસ્તી,
દિખાના હૈ ટ્રમ્પ કો ઇન્ડિયા કી મસ્તી.
જહાં કી ધરતી હૈ રોશની કો પ્યાસી,
ઔર દિલોં મેં હૈ મૌત સી ઉદાસી,
બચ્ચો કે હાથોં મેં હૈ રોટી ટુકડા વાસી.
મગર યહી હૈ દુનિયાકી કહાની,
મેહમાન કો દિખાના હૈ અચ્છી નિશાની,
હો બમ્બઇ, અહમદાબાદ, ઢાકા યા હો કરાંચી.
(પંકજદાંડી)

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇન્ડિયાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદની ઝૂંપડપટ્ટીને રોડની બાજુમાં દીવાલ ચણીને ઢાંકી દેવામાં આવી છે. દુનિયામાં આવું પહેલી વાર નથી બન્યું. ભૂતકાળમાં અનેક વાર અનેક દેશોમાં આવું બન્યું છે અને ભવિષ્યમાં બનતું રહેશે. મહેમાનના સ્વાગત માટે ગરીબ માણસ પણ કમસેકમ ચાદર તો બદલે જ છે. એટલે આ દીવાલ ખોટી છે એમ કહી શકાય નહિ. આ તો ભાઈ દુનિયાનો નિયમ છે. ગરીબી હટાવવાનું સૂત્ર ઇન્દિરા ગાંધીએ આપેલું પણ ગરીબી હજુ હટી નથી એટલે મોદીજીએ ગરીબી ઉપર દીવાલ રૂપી ચાદર ઓઢાડી દીધી છે.
(સોરી.......... છેલ્લા વાક્યમાં ભારોભાર પોલિટિક્સ છે.)