Friday, February 21, 2020

દુનિયાકી કહાની




ક્યોં છીપાઈ જાતી હૈ ગરીબોં કી બસ્તી,
જહાં જિંદગી હૈ મહેંગી ઔર મૌત હૈ સસ્તી,
દિખાના હૈ ટ્રમ્પ કો ઇન્ડિયા કી મસ્તી.
જહાં કી ધરતી હૈ રોશની કો પ્યાસી,
ઔર દિલોં મેં હૈ મૌત સી ઉદાસી,
બચ્ચો કે હાથોં મેં હૈ રોટી ટુકડા વાસી.
મગર યહી હૈ દુનિયાકી કહાની,
મેહમાન કો દિખાના હૈ અચ્છી નિશાની,
હો બમ્બઇ, અહમદાબાદ, ઢાકા યા હો કરાંચી.
(પંકજદાંડી)

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇન્ડિયાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદની ઝૂંપડપટ્ટીને રોડની બાજુમાં દીવાલ ચણીને ઢાંકી દેવામાં આવી છે. દુનિયામાં આવું પહેલી વાર નથી બન્યું. ભૂતકાળમાં અનેક વાર અનેક દેશોમાં આવું બન્યું છે અને ભવિષ્યમાં બનતું રહેશે. મહેમાનના સ્વાગત માટે ગરીબ માણસ પણ કમસેકમ ચાદર તો બદલે જ છે. એટલે આ દીવાલ ખોટી છે એમ કહી શકાય નહિ. આ તો ભાઈ દુનિયાનો નિયમ છે. ગરીબી હટાવવાનું સૂત્ર ઇન્દિરા ગાંધીએ આપેલું પણ ગરીબી હજુ હટી નથી એટલે મોદીજીએ ગરીબી ઉપર દીવાલ રૂપી ચાદર ઓઢાડી દીધી છે.
(સોરી.......... છેલ્લા વાક્યમાં ભારોભાર પોલિટિક્સ છે.)

No comments:

Post a Comment