Friday, February 21, 2020

વાસનાના ગુલામ



હે સૃષ્ટિના રચયિતા !
કેવું અદ્દભુત છે તારું પ્લાનિંગ !
પૃથ્વીવાસીઓને તેં કેવી અદ્દભુત ભેટ આપી છે ?
આકાશ, પ્રકાશ, સૂર્ય,ચંદ્ર અને તારાઓ,
વનરાજી, પશુઓ, પંખીઓ, પતંગિયાં,
નદી, સરોવર, સાગર, પર્વત, ખીણ,
રેગિસ્તાન ને બર્ફીસ્તાન, આ દેહ, જીવન અને મન.
આ બધુજ તેં અમને વગર માગ્યે આપ્યું.
પણ અમે એનું મહત્વ સમજી ન શક્યા.
પણ તને નથી લાગતું આ મન
તારી સૃષ્ટિના સોફ્ટવેરનો ખતરનાક વાયરસ છે ?
આ મન દોડી રહ્યું છે ચંચળ કામનાઓ તરફ, જેનો કોઈ છેડો નથી.
એ માટે અમે બેશરમ બની પાપો કરતા રહીએ છીએ.
અમે વાસનાના ગુલામ છીએ.
ઓ દયામય !
અમને એ ગુલામીમાંથી છૂટવાની શક્તિ પ્રદાન હો.
(પંકજદાંડી)

No comments:

Post a Comment