નવસારી મારું શહેર છે
Friday, December 18, 2015
દાંડી
દાંડી
દાંડી જેનું નામ છે એજ મારું ગામ છે.
દરિયાનો કિનારો છે, દૂર દૂર મિનારો (દીવાદાંડી) છે.
સરસ ભાઈચારો છે, પવન જરા ખારો છે.
હજાણીબીબીની મઝાર છે,રાધા-કૃષ્ણનું મંદિર છે.
ગાંધીનું સ્મારક છે, સત્યાગ્રહનું સ્થાનક છે
દાંડી જેનું નામ છે એજ મારું ગામ છે.
પરિસ્થિતિ અનુકુળ છે, સુંદર ગુરુકુળ છે.
મોડર્ન ગોકુળ છે, માતા અગાસીનું કુળ છે
દાંડી જેનું નામ છે એજ મારું ગામ છે.
(પંકજદાંડી)
Tuesday, December 8, 2015
યે કનૈયા કબ મુઝે છેડેગા..
યે
કનૈયા કબ મુઝે છેડેગા...
યે કનૈયા કબ મુઝે છેડેગા ????
નટખટ નટવર કબ કંકર મારેગા ??????
કીસીને ભી રાસ ખેલા તો જલી રાધા હી રાધા
ઔર પ્યાલા છાછ કા રહ ગયા આધા હી આધા
ચલી જાઉંગી મૈ છોડકર ગોકુલ તેરા ,
ન યહાં રહેગા મખ્ખન, ન મટકા મેરા.
દેતી હું શાપ તુઝે મૈં રાધા,
રહેગા પ્યાર તેરા ભી આધા.
ન મિલેગા કનૈયા, ન આયેગા કરકે કિતના ભી વાદા
જરૂર રંગ લાતી હૈ હીના પથ્થર પે ઘીસ જાને કે બાદ,
મગર નહિ લૌટેગા તેરા કનૈયા મથુરા જાને કે બાદ.
Saturday, November 28, 2015
ઓન લાઈન બીઝનેસ ખોલા
ઓન લાઈન બીઝનેસ ખોલા
ઓન લાઈન બીઝનેસ
ખોલા, શ્યામ પ્યાર બાંટને આયા.
ઓ.એલ.એક્સ.
દેખા, કે.જી.જી. દેખા,
મુઝે 'રાધેશ્યામ ડોટ કોમ' ભાયા,
શ્યામ પ્યાર બાંટને આયા.
રાધાને દેખા, સુનીતા સે કહા,
લોગ ઇન તુરંત કરાયા,
શ્યામ પ્યાર બાંટને આયા.
પ્યાર ઐસા નહિ ચાહીએ, પ્યાર વૈસા નહિ ચાહીએ,
મુઝે શ્યામ કા સ્પેશીયલ ભાયા,
શ્યામ પ્યાર બાંટને આયા.
રાધા હંસને લગી, ડાન્સ કરને લગી,
સ્ક્રીન પે 'ઇલુ ઇલુ' દેખા, શ્યામ પ્યાર બાંટને આયા
Friday, November 20, 2015
સરખે સરખી, સરખી સહેલિયાં
સરખે સરખી, સરખી સહેલિયાં રાતભર રાસ રમે...(2)
હો લગી કાનકી
લગન,
ગોપી હો ગઈ મગન,
રમે સખિયોંસે
સરખે સરખી, સરખી ......(2)
ગોકુલ મેં યમુના, યમુના મેં પાની,
પાનીમેં જબસે
કાન્હા કૂદા,
બહારેં આયી ગોકુલ મેં, ગૌ ગયી હૈ
ગોચર મેં,
એક આશ ખીલી
હૈ ગ્વાલોં મેં.
સરખે
સરખી, સરખી ......(2)
મખ્ખન સે તેરા મુંહ
ભર દું,
છાછ સે તેરા પેટ
ભર દું,
તેરે લિયે પૂરી મટકી લુટા દું.
સરખે સરખી, સરખી ....(2)
નાચેગા સારા ગોકુલ હમારા,
બંસી તેરી ઔર રાસ હોગા
મેરા,
ખુશીસે ઝુમેગા ગોપબાલ હમારા...
સરખે સરખી, સરખી ....(2)
(પંકજદાંડી)
Saturday, November 14, 2015
જિંદગીની સફર માં મારો ભગવાન
જિંદગીની સફર માં મારો ભગવાન
પચ્ચોતેર ની સાલ હતી
ને મને સોળમું બેઠું,
યુવાનીનો એહસાસ થયો ને કાનાને કાગળ
લખ્યો,
શું લખવું અને શું નહિ ની મૂંઝવણ હતી,
છતાં લખ્યું, મારા પ્રિયતમ, માય
ડિયર કાન્હા.
પંચાણુંની સાલમાં છત્રીસે પહોંચી
કાનાને લેન્ડ લાઈન પર નંબર જોડ્યો,
શું કહું ને શું નહિ
ની મૂંઝવણ હતી,
છતાં કહ્યું, મારા ભોળા ભગવાન.
બે હજાર ને
પંદરમાં હું છપ્પને પહોંચી,
કાનાને એસ. એમ. એસ. કરવાનું શીખી,
શું લખું ને શું નહિ
ની મૂંઝવણ થઇ,
મેં લખ્યું, મારે ઘેરે આવરે કાના
પનીર, યોગટ ને બટર ખાવા...
મારી જિંદગીની સફર માં મારો ભગવાન,
પ્રાણનાથ મટીને દીકરો થઇ ગયો.
(પંકજદાંડી)
Monday, November 9, 2015
મોદીનું ઇન્ડિયા
મોદીનું ઇન્ડિયા
સ્કુલ અને કોલેજ રંગીન છે, ક્રિકેટ સંગીન છે,
દવાખાના હજુય ગમગીન છે, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
જ્યાં જુઓ ત્યાં ઇલુ ઇલુ, ક્યાંક ટપકું ટીલું,
સરકારી કામ હજુય ઢીલું, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
ઓહ્મ ક્યાંક છુંદણે છુંદાણો, ને ટેટુ કહેવાણો,
કપિલદેવ ખોવાણો ને કપિલ શર્મા મંડાણો,
હા રે હા અચ્છે દિન માણો, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
ધાંધલ થાય છે, ધમાલ થાય છે,સાધુ ને સાધ્વી કૈંક બોલે છે,
કોઈક એવોર્ડ પરત કરે છે, ટી. વી. ચેનલો સમાચાર ભડકાવે છે,
હાર્દિક પટેલ નો હુંકાર સંભળાય છે, છોટા રાજનની ઘર વાપસી થાય છે.
હા રે હા અચ્છે દિન માણો, ભાઈ મોદીનું ઇન્ડિયા છે
ક્યારેક દાળ ખોવાય તો ક્યારેક કાંદો,
ભાઈ મોદી સરકાર માં પણ થોડો વાંધો.
કૃષ્ણ ને યાદવો નો'તા ગાંઠ્યા ને ગાંધીને ભારતીયો,
મોદીને ભાજપીઓ, સાધુઓ ને સંઘો
પણ આ અનોખો ગુજરાતી છે,
ન સોનિયાનું, ન મુલાયમ નું
ભાઈ આ તો મોદીનું ઇન્ડિયા છે.
(પંકજદાંડી)
Subscribe to:
Posts (Atom)