અમે મોન્ટ્રીઅલના રહેવાસી,
ઓ અમે મોન્ટ્રીઅલના રહેવાસી.
જેરી સ્ટ્રીટ પર
કર્બ્સ ક્રોસીંગે ઘર
ભાડે છે દેશી,
અમે મોન્ટ્રીઅલના રહેવાસી………..
પાર્કમાં પિયર મારું ને સાસરું સાલાબેરી
સ્ટ્રીટ,
હસબંડ વાઈફ અમે
ભાડે રહેતાં ને
કરતાં લીલાલેર,
કરી સાસુ સસરાની
વાપસી, અમે મોન્ટ્રીઅલના
રહેવાસી………
ગાડી ભરીને શોપિંગ
કીધું, વાઈન
બીયરનું ડ્રીન્કસ લીધું,
બીલના ડોલર ચૂકવી
દીધા ક્રેડીટ કાર્ડ થી એંસી,
અમે મોન્ટ્રીઅલના રહેવાસી……….
હું મારીજ વાઈફ નો
‘ગાય’,
વેજીટેબલ, ગ્રોસરી લઇ આવું, શોપિંગ
સઘળું ભાઈ,
આવાં કામથી જાઉં
કંટાળી,
અમે મોન્ટ્રીઅલના રહેવાસી……
પગાર ડોલર મીનીમમમાં
ભપકો શેં પોષાય,
ક્રેડીટ કાર્ડના પેમેન્ટ માટે કોલ પર
કોલ અપાય,
મને થઇ ગઈ સૂકી ખાંસી, અમે
મોન્ટ્રીઅલના રહેવાસી……..
ડાર્લિંગ આજે રવિવાર છે
ક્રિકેટ રમવા જાશું,
રાંધી નાખજે ચીકન
આમલેટ, લંચ ટાઇમે ખાશું,
કાલની સેન્ડવિચ આપજે
વાસી, અમે મોન્ટ્રીઅલના રહેવાસી……
ડીયર આજે ઓવર
ટાઇમ છે, જાવું પડશે
મારે,
તું રિસાય તો
ભલે રીસાતો, જોબ શોધવો ભારે,
કાલની સેન્ડવીચ ખાજે
વાસી,અમે મોન્ટ્રીઅલના રહેવાસી……
(પંકજ
દાંડી)
No comments:
Post a Comment