Saturday, January 10, 2015

હું તો એસ એમ એસ કરી કરી થાકી

હું તો એસ એમ એસ કરી કરી થાકી,કાનુડા તારા મનમાં નથી,
આવા સ્પ્રિંગના ત્રણ ત્રણ મહિના આવ્યા,
મારું મનડું ડગી ડગી જયારે પાતળિયા તારા મનમાં નથી.
હું તો એસ એમ એસ કરી કરી થાકી,કાનુડા તારા મનમાં નથી
આવા સમરના ત્રણ ત્રણ મહિના આવ્યા,
મારા બેક યાર્ડ માં બારબેક્યું  થાય રે છોગાળા તારા મનમાં નથી.
હું તો એસ એમ એસ કરી કરી થાકી,કાનુડા તારા મનમાં નથી
આવા ફોલના ત્રણ ત્રણ મહિના આવ્યા.
હુંતો પાંદડાં વીણી વીણી થાકી વાલીડા તારા મનમાં નથી
હું તો એસ એમ એસ કરી કરી થાકી,કાનુડા તારા મનમાં નથી
આવા વિન્ટર ના ત્રણ ત્રણ મહિના આવ્યા
મારું હાઇડ્રો બીલ વધી વધી જાયરે હાલાજી તારા મનમાં નથી
હું તો એસ એમ એસ કરી કરી થાકી, કાનુડા તારા મનમાં નથી
પંકજદાંડી

No comments:

Post a Comment