Saturday, January 31, 2015

કેનેડાની સૈર કરી લ્યો

કેનેડાની સૈર કરી લ્યો
લૂની લૂની કલેકટ કરીને કેનેડામાં  સૈર કરી લ્યો ભાઈ લૂની લૂની…
               ટોરોન્ટો શહેર ઘણું મોટું છે ()  સી.એન.ટાવર  જોઇલો  રે  ભાઈ લૂની   લૂની…                 નાયગરા ફોલ નયનરમ્ય છે () સામે યુ.એસ.  જોઇલો રે ભાઈ લૂની લૂની..
મોન્ટ્રીઅલ તો  મનભાવન છે (૨) કમ સવા, બોંઝું બોલી લો ભાઈ લૂની લૂની....
રમ્ય ઓટાવા રાજધાની છે () પાર્લામેન્ટ ને જોઇલો રે ભાઈ લૂની લૂની..
મેરી ટાઇમ મસ્ત મઝાના (૨), પીઈઆઈ ને દૂરથી જોઇલો ભાઈ લૂની લૂની...
પેરીપ્રોવિન્સ મધ્યમાં છે (૨), ઓઈલ ના ભંડારો જોઈલ્યો ભાઈ લૂની લૂની..
રોકી માઉનટેન રોક ભર્યો છે (૨), દુર્ગમ ડ્રાઈવિંગ કરી લ્યો રે ભાઈ લૂની લૂની..
વંદન કરીએ વાનકુંવરને  (૨), મીની ઇન્ડિયા જોઇલો રે ભાઈ લૂની લૂની...
ટેરીટરીઝ તો હિમ ભર્યા છે (૨),  એસ્કીમોને જોઈ લ્યો રે ભાઈ લૂની લૂની..
રેડ ઇન્ડિયનનો દેશ હતો આ (૨), ભારતીયો પણ ભળી ગયા છે લૂની લૂની...
લૂની લૂની કલેકટ કરીને  કેનેડા માં સૈર કરી લ્યો ભાઈ લૂની લૂની...
પંકજ પટેલ (દાંડી)


No comments:

Post a Comment