Saturday, January 10, 2015

કેનેડાની કમાણી કેનેડામાં સમાણી

લોકો સૌ કહેછેકે કેનેડામાં બહુ કમાણી,
પણ કેનેડાની કમાણી કેનેડામાં સમાણી.
જેવું ના સુકાયે પેસેફિક દરિયાનું પાણી, એવી ના સુકાયે કોઈ'દિ કેનેડાની જવાની,
અરે  કેનેડાની કમાણી કેનેડામાં સમાણી……….
બીચ દેખાણા, ??? હા…
કેસીનો દેખાણા ?? હા….હા....
અને ગોરી કન્યાઓ દેખાણી ?? દેખાણી .....
કપડાં ખરાં પણ ઓછાં પહેરીને કાયા રાખે ઉઘાડી….અરે  કેનેડાની કમાણી………..
ગોરિયા પાસે ઓછાં ને કાળીયા પાસે ઝાઝાં,
ટી શર્ટ ઊંચા, લેંઘા નીચા  જાણે દુનિયાભર ના રાજા.
અહી ધોળિયા કાળિયાનું થાય કચુંબર,જુદી જુદી વાણી ,  અરે  કેનેડાની કમાણી….
અહીં થ્રી એન્ડ હાફની રૂમ વાળા મોટા મોટા કોન્ડો,
કમાતા કરતાં  સવાયા થઇ ને ફરે વેલફેરિયા સાંઢો .
વિન્ટર માં કંઈ સમઝ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા,
અહી કાળી પાસે ધોળા અને ધોળી પાસે કાળા,
વિક એન્ડે ડાન્સ બારમાં કરતાં સૌ ઉજાણી, અરે  કેનેડાની કમાણી …….

અહીં ઘોડા દોડાવવાની રેસ અને મશીન રમવાના લત્તા,
 ઘણા ડોલર જીતતા અને હાર્યા થતા લાપત્તા,
અહીં એક મીનીટમાંપગાર આખો થઇ જતો  ધૂળધાણી,અરે  કેનેડાની કમાણી….
વિક એન્ડ છે રંગીલું, સેટરડે ને સન્ડે,
 ગમે તેમ પાર્ક કરો તો પોલીસ ટીકીટે દંડે,
કોઈ વ્હાઈટ, કોઈ બ્લેક, કોઈ કોઈ છે બંને,
 મન્ડેથી સૌ લાગી પડે પોત પોતાના ધંધે,
અહીં રહેવું હોય તો ઈંગ્લીશ ફ્રેંચ ભાષા લેવી જાણી,અરે  કેનેડાની કમાણી…
લોકો સૌ કહેછેકે કેનેડામાં બહુ કમાણી,
પણ કેનેડાની કમાણી કેનેડામાં સમાણી.

(પંકજદાંડી)


No comments:

Post a Comment