પંકમાં પંકજ, સરમાં સરોજ અને રાનમાં રાજીવ થવાનું ગમે.
ક્યારેક હંસ, બતક
અને શાહમૃગ
થઇ તરવાનું ય ગમે.
સુર્યકાંતની ઉષા અને ચંદ્રકાંતની જ્યોત્સના ગમે.
ક્યારેક અમાસની રજનીમાં દીપકનો પ્રકાશ પણ ગમે.
મને
પોતાને હસવાનું અને તને હસાવતા રહેવાનું ય
ગમે.
પણ
તું વાંચીનેય મારી કવિતા લાઈક ન કરે તે તો ન જ ગમે.
અને છેક…….
મોન્ટ્રિઅલ આવે ને મને દર્શન ન આપે તે કેમ
ચાલે ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment