સુખમય રહે રિશીનું ભવિષ્ય એવું પ્રભુ પાસે માંગવું છે,
આથી જ જન્મદિન તારો પણ ઉજવવો અમારે છે.
પ્રભુને થેન્ક્સ કહેવું છે, મૂલ્યવાન માનવદેહ એણે આપ્યો છે.
એની કરુણાના સંદેશાને સમજવો છે.
આથી જ જન્મદિન તારો પણ ઉજવવો અમારે છે.
અમારી અડધી જિંદગી ગઈ પછી તારું આવવું છે,
એવું કહી ઈશ્વરને ય હસાવવું છે.
મળ્યો છે મોકો તે દિલ ભરીને માણવો છે,
આથી જ જન્મદિન તારો પણ ઉજવવો અમારે છે.
દાદુ (પંકજદાંડી) ૨ ઓક્ટોબર ૨૦૧૭
......
તું જ વાસ્તવિક છે
જે અક્ષર મારા નામમાં અંતિમ છે
એ જ તારા નામમાં પ્રથમ છે.
મારા નામનું ફૂલ ગુલાબી છે
ને તારા નામનો અર્થ ચાંદની છે.
મને કવિતા લખવાનું બહુ ગમે છે
ને તને એની કોમેન્ટ ઈ-મેલ કરવાનું.
શંકાશીલ મિત્રોના સવાલોનો આ જવાબ છે
નથી પાત્ર કાલ્પનિક, ‘જો’ તું જ વાસ્તવિક છે.
(પંકજદાંડી)
.......
ધૂળમાં રોળાય ગયાં
ભગવાનનો હું જરૂર આભારી હોત,
જો તું મારા જીવન પ્રવાહમાં ભળી ગઈ હોત.
મહામહેનતે ફાઈલ કરી'તી પિટિશન,
પણ આપણા સંબંધને નો'તી મળી પરમીશન.
દિલને મનાવવા ફેસબુક ફ્રેન્ડ બનીને રહી ગયાં,
ને સ્કૂલના સપના ધૂળમાં રોળાય ગયાં.
(પંકજદાંડી)
...
બાબુ
કુદરતનો ખેલ સમજી શક્યો નહિ,
બાબુને હું છેલ્લીવાર મળી શક્યો નહિ.
મારો બચપણનો પાડોશી લાબું જીવ્યો નહિ,
દરિયાનું નાળિયેર ખવડાવનાર હવે રહ્યો નહિ.
એક પછી એક મિત્રોની એક્ઝિટ શાને ?
પંકજ આવીને હવે મળશે કોને ?
No comments:
Post a Comment