આટલી ઈચ્છા તો રાખી શકું ને
જીવનનું ચોસઠમું વરસ વહી રહ્યું છે,
મારાં સોળમાં વરસની યાદ કરતાં કરતાં.
આપણી મૈત્રી થોડીક વધારે ઊંડી છે,
પણ ત્યાં વહ્યા વિનાની લાગણીઓ ફ્રોઝન થઇ ગઈ હતી.
જાણું છું, તારી સમીપ પહોંચવા
માટે જરા વધારે સમય લીધો
પણ હવે તો હું દરરોજ તારી સાથે વાત કરી શકું છું.
સોસીયલ મીડિયાથી ટચમાં રહી શકું છું.
પણ લાગે છે હવે એ સમય આવી ગયો છે
તને કશુંક ખાનગી પૂછવાનો
મારે એ જાણવું છે કે ....
તને પણ મારી જોડે વાત કરવાની ઈચ્છા થાય છે ખરી ?
તું પણ લાઈક અને કોમેન્ટ કરશે મારી રચના પર ?
જે રચના મેં માત્ર ને માત્ર તારે માટે જ રચી છે.
આટલી ઈચ્છા તો રાખી શકું ને !
(પંકજદાંડી)
No comments:
Post a Comment