આવતી કાલ ને આવવા જ નથી દીધી
તેં મને કહ્યું હતું; "આવતી કાલથી મને
ભૂલી જજે "
પણ તને ક્યાં ખબર છે મેં શું કર્યું ?
કેટલાંયે વરસથી એ આજને સાચવીને બેઠો છું,
આવતી કાલ ને આવવા જ નથી દીધી.
આમ પણ આવતી કાલ ક્યારે ય આવતી નથી,
કેમકે જેવી આવે છે તેવી આજ બની જાય છે.
અને હું પાછો આવતી કાલના ખ્યાલોમાં ખોવાઈ જાઉં
છું.
અને...બીજું હું હવે સિક્સટી પ્લસ
પછી પણ,
સિક્સટીન પર ફીક્સ છું, તારી તાજગીની જેમ.
હવે મને, તારા
વોટ્સએપના ઇશારાને સમજતાં આવડી ગયું છે,
કેમ કે તને તારું દર્દ શબ્દોમાં વર્ણવતાં આવડતું
નથી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment