Sunday, July 26, 2015

તને જાતાં જોઈ કોલેજની વાટે,

તને જાતાં જોઈ કોલેજની વાટે


તને જાતાં જોઈ કોલેજની વાટે,
મારું મન મોહી ગયું.
તારા રૂપાળા કાળા કાળા બાલે,
મારું મન મોહી ગયું
કેડે દુપટ્ટો ને જીન્સમાં પટ્ટો,
તારા સેન્ડલ ની સતરંગી ભાતે,
મારું મન મોહી ગયું
ચોપડાં સાથે ને મોબાઈલ હાથે,
તારા રીંગટોનની મસ્તીભરી તાલે,
મારું મન મોહી ગયું
ગરબે ઘુમતી ને મને ઘણું ગમતી,
નવરાતની રઢિયાળી રાતે
મારું મન મોહી ગયું
તને જાતાં જોઈ કોલેજની વાટે,
મારું મન મોહી ગયું,
(પંકજદાંડી)

ટેલીફોન આતા હૈ

ટેલીફોન આતા હૈ,  હમેં  તડપાતા હૈ,
૨૦૧૫ ની પૂર્વ સંધ્યાએ થોડીક લાગણીઓને આમ વ્યક્ત કરું છું.
( ફિલ્મ બોર્ડર -૧૯૯૭ ના ગીત 'સંદેશે આતા હૈ' ની પ્રેરણા લઈને )

ટેલીફોન આતા હૈ,  હમેં  તડપાતા હૈ,રીંગટોન  બજતી હૈ, બા પૂછતી હૈ,

કે ઘર કબ આઓગે,  આર્યા કબ દિખાઓગે,

એ ચલને વાલી ઘડી બતા , મેરા ઇતના કામ કરેગી ક્યા?

થોડા  બેક ચલ, થોડા  બેક ચલ, મુઝે બેક ચાહીએ કુછ એક પલ.

મેરે ગાંવ મેં હૈ હાઈસ્કૂલ અભી, જહાં પઢતાથા પંકજ  કભી,

                            વહાં  પ્રિન્સીપાલ થે ધીરુભાઈ, ઇસે મેરા દિલી પ્રણામ દે
           
વહાં થોડી દૂર હૈ છોટા સ્કૂલ, ઉસ સ્કૂલમેં થી મેરી બૂઢી માં.

મેરી માં કે પૈરોકો છુ કે તું, ઉસે ઉસકે બેટેકા નામ દે.

જરા ઔર રુક, જરા બેક ચલ, મેરે ઘરસે દો મિનટ ચલ,

મેરે પાપાકે હૈ અસ્થિ જહાં, જરા ઇસ બેટેકે નામ વહાં,

દો ફૂલ રખ, દો ફૂલ રખ, મેરા ઇતના તું ખયાલ રખ.

મેં જલ્દ હી આઉંગા, આર્યાકો લાઉંગા,

ફિર મેરે ગાંવમેં, સમંદરકી રેતોમે

કી બાકે ચરણોસે,ગાંવકે મંદિરસે, દેશકી મીટ્ટીસે,

ગુજરાતકી ખુશ્બુસે, ઘરકી રોટીસે, કીયાજો વાદા  વો  નિભાના હૈ,

                  ટેલીફોન આતા હૈ, હમેં તડપાતા હૈ,રીંગટોન  બજતી હૈ, બા પૂછતી    હૈ,   

                 ઘર કબ આઓગે,  આર્યા કબ  દિખાઓગે.                       


………રાધા ઢૂંઢ રહી………

………રાધા ઢૂંઢ રહી………
રાધા ઢૂંઢ રહી, કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને દાંડી મેં દેખા;
નમક ચૂરાતા હુઆ, રાધા તેરા શ્યામ દેખા ....
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને મટવાડમેં દેખા ;
ગોલીયાં ઝેલતા હુઆ, રાધા તેરા શ્યામ દેખા….
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને કરાડીમેં દેખા;
ઝોંપડીમે રેહતા  હુઆ, રાધા તેરા શ્યામ દેખા....
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને આટ ગામમેં દેખા;
હાટમેં ઘૂમતા હુઆ, રાધા તેરા શ્યામ દેખા.....
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને ઓંજલમેં દેખા;
ઓઝલ હોતા હુઆ, રાધા તેરા શ્યામ દેખા....
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને અબ્રામામેં દેખા;
અંધેશ્વર જાતા હુઆ, રાધા તેરા શ્યામ દેખા...

રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને બોદાલીમેં દેખા;
પુર્ણેશ્વર જાતા હુઆ હુઆ, રાધા તેરા શ્યામ દેખા ...
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને મોન્ટ્રીઅલમેં દેખા;
મંદિર  બિરાજા હુઆ, રાધા તેરા શ્યામ દેખા...
નહીં લીયા વિઝા ઔર નહીં લીયા ટિકટ;
મેડીકલકા ભી નહિ કોઈ ઝંઝટ;
શાનસે   બિરાજા હુઆ, રાધા તેરા શ્યામ દેખા...
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
પગલી દેખ ઉધર, બાજુમે તેરી કૌન બેઠા  ....?
હમને  ઢૂંઢ  દિયા, રાધા બીના શ્યામ આધા…..
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા ....?
રાધા તેરા શ્યામ હમને કણ કણ મેં દેખા;
હરે રામ હરે ક્રિષ્ના, રાધે શ્યામ રાધે ક્રિષ્ના…..(3).




આજારે....... વિઝાજી..

આજારે....... વિઝાજી...........
આજારે....... વિઝાજી...........
મૈં તો કબસે ખડી મેરે દ્વાર,
અખિયાં થક ગઈ પોષ્ટ નિહાર…….. આજારે...... વિઝાજી............

મૈં સંસારકી ઐસી લડકી,
રો ના સકી ઔર હંસ ભી ના પાતી,
દેખ મેરે જીવનસાથી………….. આજારે...... વિઝાજી............

એજન્ટકી ઓફીસકે હરરોજ ફેરે,
ભૂલ ગઈ મેં કિતને ફેરે,
મંદિર જાઉં મૈં સાંઝ સવેરે………….આજારે...... વિઝાજી............

કિયા ઉપવાસ રહી મૈં પ્યાસી,
ભેદ યે ગેહરા, લોગોકી  હાંસી,
બિન વિસા હર સાંસ ઉદાસી…………આજારે...... વિઝાજી............

(પંકજદાંડી )

જેનો દરિયો ઘણો વિશાળ

જેની ધરતી ખારી પાટ, ગાંડા બાવળ કાંટ,
જ્યાં જળ વિના સવિતા તરસી , એવી દાંડી ગામની ધરતી,
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ.
જેને અનાવીલે વસાવ્યું, છે દેસાઈ ફળિયું,
વડલા વડલા કહી રહ્યા છે ગાંધીજીની વાતુ.
જ્યાં મોટાં મોટાં મકાન, બસ સ્ટેન્ડે છે દુકાન, પણ પાણીનો દુકાળ
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
ગામી તળાવને પાળે આવ્યું, રાધા કિશન  મંદિર,
જ્યાં દર્શન કરવા આવે સૌ રાય, રંક, અમીર,
જય હાદેવ ને દ્વાર, ઓવારાને પાળ,કપડાં  ધોતી નાર
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
  અહીં ભવ્ય કળામય હજાણીમાની પાવક  મઝાર શોભે,
દાઉદી વોહરા લોકના તન મન ત્યાં મોહે.
ઓરસ નો ઉલ્લાસ અજબ, કોમી એકતા ગજબ,
માની કરુણા ન્યારી, ભક્તોને બહુ પ્યારી
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ

જ્યાં ગાંધીએ મીઠું ઉપાડ્યું ત્યાં સરકારે સ્મારક બનાવ્યું,
એકજ ગામમાં બબ્બે સ્મારકની છાયા
સાબરમતી નદીને તીરે ધૂણી ધખાવી નગ્ન ફકીરે
ચાલ્યો દાંડીની ચાલ, જેની ઉપર ગગન વિશાળ,
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
જ્યાં વર્ધા રાષ્ટ્રીય શાળાવિનય મંદિરમહાશાળા
 ભણવા આવે દૂર  દૂરથી  ગામ ગામની બાળા.
દિસે દૂર દીવાદાંડી, જ્યાં ખારી ખાજણ પાણી,
 ડાંગર પકવી જાણી  અને ઊંધિયાની ઉજાણી,
જ્યાં ભારતીમાના બાહુ પખાળે મહેરામણ ના પાણી 
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
ખેતી અને દૂધ મંડળી પેટીયું આપે રઝળી.
બાકી ડોલર દેવથી આવક આવે સઘળી,
પાસપોર્ટનો મહિમા અપાર, ઉડતા વિમાનને  પ્યાર,
જ્યાં વિસાની ભરમાર, પણ પાણીનો દુકાળ
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
સ્વરાજ ફળિયું સુંદર, આઝાદ ફળિયું અંદર,
દેવા, પાંચલી, તળાવવાઘા, ગાંધી જણાવ,
ખારી ખાજણ દિસતી, ગામની ઘટતી વસતી,
ટુરિસ્ટ ની ભરમાર પણ પાણીનો દુકાળ
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ

પંકજદાંડી

સામાજિક વહેમો,માન્યતાઓ અને તેના કારણો

સામાજિક વહેમો,માન્યતાઓ અને તેના કારણો
આપણા  સમાજમાં વર્ષોથી કેટલાક વહેમો ઘર કરી ગયા છે. તદ્દન બિનજરૂરી રીતે તેનું આજે પણ અસ્તિત્વ છે. જે પૈકી અમુક અત્રે પ્રસ્તુત છે   
રાત્રે ઘરમાંથી કચરો કાઢો તો ઘરમાંથી લક્ષ્મી જાય : સમાજમાં આ વહેમ જયારે પ્રચલિત થયો ત્યારે આપણા ઘરોમાં વીજળીની સગવડ ન હતી. રાતે માત્ર કોડિયું, દીવો, મીણબત્તી કે વધુ માં વધુ ફાનસનોજ પ્રકાશ મળી શકતો.  આમ ઓછા પ્રકાશમાં જો ઘરને વાળવામાં આવે તો ચલણી સિક્કા, વીંટી, નથણી જેવા નાના અને ક્યારેક અછોડા, ચેન વગેરે જેવા મોટાં અને કીમતી આભૂષણો  કે ચલણી નોટ, ઉપયોગી દસ્તાવેજો વગેરે પણ કચરા ભેગા વળાઈ જવાની શક્યતા રહેતી. આમ ધન અર્થાત લક્ષ્મી ભાગતી. હવે વીજળીની સરસ સગવડ થઇ ગઈ હોવા છતાં હજુ આ વહેમ તદ્દન નાબુદ થયો નથી. ઘણી શાણી વહુઓ સાસુને ખોટું ન લાગે એ માટે જો રાતે ઘર વાળવું જ  હોય તો પાછળના બારણેથી કચરો કાઢે છે. આમ ઘર પણ  વળાય જાય અને ઝગડો પણ ના થાય. ઉપાય સરસ છે 
 આવુજ રાતે નખ કે વાળ કાપવા બાબતે અને સોય  બાબતે પણ છે. અહી પણ પ્રકાશની અગવડને કારણેજ નખ કે વાળ કાપવા જતા ઈજા થવાની શક્યતા રહે છે. સોય પણ રાત્રે ઈજા પહોંચાડી શકે અથવા નીચે પડી જાય તો શોધવી ભારે પડે. વળી પહેલાં ગામડામાં રાતે ડોક્ટર બોલાવવો અથવા દવાખાને જવું પણ અઘરું અને ઘણી વાર અશક્ય હતું.  રાતે દહીં અને મીઠું પણ કોઈને ન આપવાની બાબતમાં પણ આવુજ છે. જુના જમાનામાં અને ક્યાંક હજુ પણ ગામડામાં દહીં માટીના વાસણમાં મેળવવામાં આવે છે. દહીંમાંતો  અસંખ્ય બેક્ટેરિયા હોયજ  છે. જો રાતે આ વાસણનું ઢાકણ ખોલો તો તેમાં મચ્છર કે અન્ય જીવજંતુ જવાની શક્યતા રહે. આમ દહીંમાં કીડા પડી શકે. રાતે નીમક (મીઠું) લેતા તે નીચે વેરાવાની શક્યતા રહે છે. જ્યાં તે પડે ત્યાં લૂણો (ખાર) લાગી શકે.  હવેતો લાઈટ છે, બારી બારણે નેટ છે. અને ફ્રીઝ પણ છે. હવે દહીં બગડવાની સંભાવના ઘણી ઘટી ગઈ છે, છતાં હજુ ઘણા લોકો કોઈને રાતે દહીંઅને મીઠું આપતાં અચકાય છે. જોકે દક્ષિણ ગુજરાતના ગરમ અને ભેજવાળા હવામાનમાં રાતે દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જરૂર છે. રાતે કોઈને પૈસા ન આપવા પાછળ પણ આવુજ છે.એકતો ગણતરી કરવામાં અગવડતા અને અને બીજું ઘરમાં ધન ક્યાં રાખ્યું છે તે ચોરના ધ્યાનમાં આવવાની સંભાવના. કારણકે પહેલાં બેંકો જ ન હતી એટલે તમામ ધન ઘરમાંજ રહેતું. હવેતો ક્રેડીટ કાર્ડનો જમાનો છે છતાં ઉધાર લીધેલી રકમ પરત ન કરવાના એક બહાના તરીકે હજુ પણ ક્યારેક આ માન્યતાનો દુરુપયોગ જરૂર થઇ રહ્યો છે.  
એક ઘરમાંથી એકજ વર્ષે બે લગ્ન ન થઇ શકે :  આપણો દેશ કૃષિ પ્રધાન છે સાથે આપણો સમાજ ઘણે ખરે અંશે કૃષિ આધારિત હતો અને છે. જો  વરસાદ સારો થાય તોજ ખેતી પણ સારી થાય અને તોજ ઘરમાં આવક રહે. મોટેભાગે હજુ સુધી આપણા સમાજમાં લગ્ન નક્કી કરવાનું કામ માંબાપનું છે અને તેનો ખર્ચ ભોગવવાનું પણ. વળી સામાન્ય રીતે ખેતીની આવક  મર્યાદિત રહેતી હોવાથી  એક વર્ષ માં માંબાપ એકજ લગ્નનો ખર્ચ કરવાને સક્ષમ રહેતાં. બીજા સંતાન ના લગ્ન બીજે વર્ષે કે મોડેથી કરવાથી આર્થિક બોજ વધી ન જાય અને દેવું પણ કરવું ન પડે. હવે જમાનો બદલાયો છે. આર્થિક પરિસ્થિતિ પણ ઘણી સુધરી છે  અથવા ખરાબ તો નથી . છતાં પણ વહેમનું સામાજિક બંધન નડે છે. એના ઉપાય તરીકે બીજા સંતાનનું લગ્ન બીજા ઘરમાંથી કરવામાં આવે છે. ગયા વર્ષે ખુદ મારા દીકરાના અને મારા ભાઈ ની દીકરીના લગ્નો માત્ર બે દિવસના અંતરે હતાં તો બે અલગ અલગ ઘરેથી કરવાં પડ્યાં.  સમાજ સામે ટક્કર લેવી અઘરી છે. આનાથી ઉલટું ભરૂચ જીલ્લામાં આપણાજ કોળી પટેલ સમાજમાં બે સંતાનોના લગ્ન એક સાથે કરાવીને ખર્ચમાં મોટો બચાવ કરાવી લેવાય  છે.   
લગ્નનું તોરણ બંધાયા બાદ વર કે કન્યા તેની બહાર ન જઈ શકે, જાય તો સાથે લોખંડનો ટુકડો રાખવો પડે: સામાન્ય રીતે લગ્નનું તોરણ ઘરથી થોડે દુર રસ્તા પર બાંધવામાં આવે છે. વર કે કન્યાને તોરણની બહાર ન જવા દેવાનું કારણ સુરક્ષાનું અને સાવધાનીનું  છે. કોઈ દુશ્મન, સાપ, વીંછી વગેરે જેવા ઝેરી જીવજંતુ, કે હિંસક પ્રાણીઓથી બચવા બહાર ન જવું હિતાવહ છે. અને જો જવું હોય તો સાથે લાકડી કે કોઈ હથિયાર હોય તો સારું. પરંતુ કેટલાક લોકો હથિયારને બદલે દાતરડું અને પછી દાતરડાં ને બદલે કે લોખંડનો ટુકડો સાથે રાખતા થયા. સમય જતા એ પણ ઓછુ થયું. પરંતુ સાવધાની રાખવાનો મુદ્દો ભૂલાતો  ગયો. મારા ઘરનોજ દાખલો ટાંકુ છું. ગયા વર્ષે મારો પુત્ર તેના લગ્નના થોડા દિવસ પહેલા મોટર બાઈક પર નવસારીથી  દાંડી આવી રહ્યો હતો  વળી ત્યારેજ ઉત્તરાયણ ના દિવસો પણ હતા. કપાયેલા એક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ અને મોટો ઘસરકો કરતી ગઈ. સદનસીબે ઘા ઉંડો ન હતો મોટી ઈજા ન થઇ, અને અમે ન ધારેલી ઉપાધી માંથી ઉગારી ગયા. સાંપ્રત સમયમાં બહાર જવુતો પડેજ પરંતુ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. વર અને કન્યા હવે ઘરમાં બેસી નથી રહેતા. તેમને પોતાની ખરીદી, મેકઅપ અને અન્ય કામ માટે વારંવાર તોરણ પાર કરવું પડે છે.  
ગ્રહણ દરમ્યાન ખોરાક રાંધી ન શકાય : જયારે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ હોય ત્યારે ઘણા લોકો ગ્રહણના સમય દરમ્યાન રસોઈ કરતા નથી. આની પાછળ કોઈ તર્ક દેખાતો નથી. ગ્રહણ દરમ્યાન ખોરાક રાંધવા થી કોઈ નુકશાન થતું નથી. ગ્રહણ સમયે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીમાં આવે છે આ વૈજ્ઞાનિક તથ્ય છે અને ગ્રહણ એ એક સામાન્ય ખગોળીય ઘટના છે. દુનિયાભરના રેસ્ટોરાં અને ફૂડ પ્રોડક્ટ કંપનીઓમાં માં દિવસ રાત સતત રાંધણ ક્રિયા ચાલતીજ  રહે છે, ક્યાંય  કોઈ ખોરાક બગડતો નથી. ઉપરાંત હિંદુ મંદિરો (આપણું રામજી મંદિર,મોન્ટ્રીઅલ પણ ) બંધ રાખવાં,  સગર્ભા સ્ત્રીઓ અને ક્યારેકતો વળી તેમના પતિદેવોનું  સુધ્ધાં  ઘર બહાર ન નીકળવું વગેરે તદ્દન અવૈજ્ઞાનિક છે. 
પત્ની પોતાના પતિને નામથી બોલાવે તો પતિનું આયુષ્ય ઘટે છે :આ કોઈપણ રીતે ગળે ન ઉતરે તેવી માન્યતા છે જોકે એની પાછળનો ઉદ્દેશ ઘણો સારો છે. સંસારિક જીવનમાં પતિ અને પત્ની વચ્ચે પ્રેમમય સબંધ અવશ્ય જળવાય રહેવો જોઈએ. બંને એકબીજાને સરસ લાડકાં નામોથી બોલાવે તેને એક પ્રણય ચેષ્ટાજ  ગણી શકાય. આમ કરવાથી એક બીજા પ્રત્યે લાગણી અને આકર્ષણ વધે, પરિણામે દામ્પત્ય જીવન પ્રસન્ન રહે. પરંતુ આ લાડકું નામ એ બેના પરસ્પર સબંધો પુરતું જ સિમીત અને શક્ય બને તો ખાનગી રહેવું જોઈએ. પરંતુ દામ્પત્ય જીવનની પ્રસન્નતા બાજુ પર રહી ગઈ અને બિચારી સ્ત્રીને એવું ફરમાવી દીધું કે જો એ ભૂલેચૂકે પણ તેના પતિદેવનું નામ લેશે તો તેના પતિનું આયુષ્ય ઘટી જશે. પુરુષ આધારિત લાચાર અબળા પત્ની જાય તો ક્યાં જાય? સ્ત્રીના શોષણનો આ પણ એક દેખીતો દાખલો છે. સામાન્ય હિંદુ સ્ત્રી 'અમારા એ, તમારા ભાઈ, મુન્નાનાના પપ્પા' વગેરે શબ્દોથી ગાડું ગબડાવ્યે જાય છે. જો પત્નીએ પતિને 'પતાવી'  દેવો હોય તો બે ચાર દિવસ નામથી બોલાવવો પરિણામે પતિદેવનું 'અચ્યુત્તમ કેશવમ' થઇ  જાય અને માથે ખૂનનો ગુનો પણ ન લાગે !!!
કાગળ બાળવાથી કે પુસ્તક પર બેસવાથી વિદ્યા ભાગે: સામાન્ય રીતે વિદ્યા પુસ્તકોમાં સમાયેલી છે. પેપર લેસ વિદ્યાનો જમાનો તો હવે આવ્યો. નોટ અને પુસ્તકો સાચવવાં જરૂરી છે. પુસ્તક ઉપર બેસવાથી તે બગડે. વળી પુસ્તક બાળી દેવા કરતાં જરૂરતમંદ ને આપી દેવું વધુ સારું ગણાય . વિદ્યાર્થીએ પુસ્તક અને અભ્યાસનું મહત્વ સમજવું જોઈએ પરંતુ ઘણી વાર એમની ઉમર એમાં આડી આવે છે આથી  બાળકોને વિદ્યા પણ બળી જવાની બીક બતાવો તો તે તેમ કરતાં અટકે. 
દૂધ અને માછલી સાથે ન ખવાય : આ માન્યતા તદ્દન સાચી છે. આયુર્વેદ ની દષ્ટિએ આ વિરુદ્ધ આહાર છે. એના સેવનથી ચામડીનો 'કોઢ' થવાની સંભાવના વધે છે. ખાટા કે ખટમધુરાં ફળોથી બનાવેલ 'ફ્રુટ સલાડ' પણ વિરુદ્ધ આહાર છે જેથી તે જોખમી છે. 
ટૂંકમાં આપણે કોઈપણ માન્યતાની અંદરનું ખરું કારણ જાણી તેનો અમલ કે વિરોધ કરવો જોઈએ. 
પંકજ પટેલ (દાંડી)