ઘણું હવે સમજાય છે
આ ઉમરે પહોંચ્યા
પછી ઘણું હવે સમજાય
છે,
ક્યાં ભૂલો કરી
બેઠા , કસુર હવે સમજાય
છે.
સ્કુલમાં ગુલ્લી મારી, ને
કોલેજમાં ક્રિકેટ રમ્યા ,
માંડ સ્નાતક થયા
અને નોંકરી માટે ઘણું
ભમ્યા. આ ઉમરે…..
આંખ મીચીને જોઉં
તો ભૂતકાળ હવે દેખાય
છે,
વર્તમાન માં રહું છું
પણ ભવિષ્ય અકળાય છે..... આ ઉમરે…..
સુખી થવા સંસાર
માંડ્યો, ભાર એનો વધતો
ગયો,
બે, ત્રણ અને ચાર ભયો,
હું એમાં
દબાઈ ગયો.
ઓવર ટાઇમ ના
પગારમાં પણ માંડ પૂરું
થાય છે,
હવેતો લોન ના હપ્તા ય અધૂરા રહી જાય છે
. ....આ ઉમરે…..
(પંકજદાંડી)
No comments:
Post a Comment