Sunday, July 26, 2015

જેનો દરિયો ઘણો વિશાળ

જેની ધરતી ખારી પાટ, ગાંડા બાવળ કાંટ,
જ્યાં જળ વિના સવિતા તરસી , એવી દાંડી ગામની ધરતી,
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ.
જેને અનાવીલે વસાવ્યું, છે દેસાઈ ફળિયું,
વડલા વડલા કહી રહ્યા છે ગાંધીજીની વાતુ.
જ્યાં મોટાં મોટાં મકાન, બસ સ્ટેન્ડે છે દુકાન, પણ પાણીનો દુકાળ
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
ગામી તળાવને પાળે આવ્યું, રાધા કિશન  મંદિર,
જ્યાં દર્શન કરવા આવે સૌ રાય, રંક, અમીર,
જય હાદેવ ને દ્વાર, ઓવારાને પાળ,કપડાં  ધોતી નાર
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
  અહીં ભવ્ય કળામય હજાણીમાની પાવક  મઝાર શોભે,
દાઉદી વોહરા લોકના તન મન ત્યાં મોહે.
ઓરસ નો ઉલ્લાસ અજબ, કોમી એકતા ગજબ,
માની કરુણા ન્યારી, ભક્તોને બહુ પ્યારી
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ

જ્યાં ગાંધીએ મીઠું ઉપાડ્યું ત્યાં સરકારે સ્મારક બનાવ્યું,
એકજ ગામમાં બબ્બે સ્મારકની છાયા
સાબરમતી નદીને તીરે ધૂણી ધખાવી નગ્ન ફકીરે
ચાલ્યો દાંડીની ચાલ, જેની ઉપર ગગન વિશાળ,
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
જ્યાં વર્ધા રાષ્ટ્રીય શાળાવિનય મંદિરમહાશાળા
 ભણવા આવે દૂર  દૂરથી  ગામ ગામની બાળા.
દિસે દૂર દીવાદાંડી, જ્યાં ખારી ખાજણ પાણી,
 ડાંગર પકવી જાણી  અને ઊંધિયાની ઉજાણી,
જ્યાં ભારતીમાના બાહુ પખાળે મહેરામણ ના પાણી 
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
ખેતી અને દૂધ મંડળી પેટીયું આપે રઝળી.
બાકી ડોલર દેવથી આવક આવે સઘળી,
પાસપોર્ટનો મહિમા અપાર, ઉડતા વિમાનને  પ્યાર,
જ્યાં વિસાની ભરમાર, પણ પાણીનો દુકાળ
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ
સ્વરાજ ફળિયું સુંદર, આઝાદ ફળિયું અંદર,
દેવા, પાંચલી, તળાવવાઘા, ગાંધી જણાવ,
ખારી ખાજણ દિસતી, ગામની ઘટતી વસતી,
ટુરિસ્ટ ની ભરમાર પણ પાણીનો દુકાળ
જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ, જેનો દરિયો ઘણો વિશાળ

પંકજદાંડી

No comments:

Post a Comment