Thursday, July 16, 2015

કહેને રાધા!

કહેને રાધા!
ટન.... ટન...ટન...! સ્કૂલનો બેલ વાગ્યો અને ક્લાસ શરુ થયો,
“અરે રાધા ક્યાં છે ?” અશોક ઉવાચ "એબ્સન્ટ ટુડે ?"
"નો,  નો  મે બી લેઇટ” રીના રીપ્લાઈડ.
અને બીજી જ મીનીટે,
“મે આઈ કામ ઇન સર ?”  ક્વેશ્ચન “યસ, કમ  ઇન.”  એન્સર.
અને પરસેવે રેબઝેબ રાધાની એન્ટ્રી.
“વ્ય્હાય આર યુ લેઇટ ડીયર ?” આરતી આસ્ક સ્લોલી,
 ફરકાવ્યું મંદ સ્મિત પણ રાધા કશું ન બોલી.
“સમજી….!, ગઈતી તું મળવા કાનાને સ્ટ્રેટ, આવી ફાસ્ટ પણ પડી લેટ.”
“કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
ચબરખી પર ચીતર્યું રાધાએ, ‘કાનો પૂછે તો કહું.’
*******
નવલી નવરાત આવી, ગરબા ને દાંડિયા રાસ લાવી.
રાધા ઘૂમી ગરબાના તાલે, મારી મટકી ફોડીરે ઓલા નંદલાલે.
ગરબાની રમઝટ વચ્ચે ધારાએ ધીરેથી પૂછ્યું;
 “કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
 રાધાએ ઈશારામાં જણાવ્યું:  “કાનો પૂછે તો કહું.”
*******
દિવાળી આવી,ફટાકડા ને ફૂલઝર લાવી, બરફી, પેંડા ને મીઠાઈ લાવી
કોઠી સળગાવી નાચતી ને એટમ બોમથી ભાગતી ભૂમિએ  ભાર દઈને પૂછ્યું;
‘કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
રાધાએ એટલીજ હળવાશથી કહ્યું; “કાનો પૂછે તો કહું.”
*******
ઉત્તરાયણ થયા, ઉત્તરે રવિ વળ્યા, આકાશ આખામાં પતંગો ચગી વળ્યા.
એ…..ઈ કાઈપો છે નો શોર, પતંગનો દોર અને દિલ માંગે મોર
ચીકી, લાડુ, ખમણ, ફાફડા, જલેબી ને બોર, દિવસ આખો શોર બકોર
 ફીરકી પકડી ઉભેલી ફાલ્ગુનીએ પૂછ્યું;
“કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
ફીરકી ફેરવતાં રાધા બોલી  ; “કાનો પૂછે તો કહું.”
*******
પરીક્ષા આવી, હવે ભણવાનું બંધ આજે છેલ્લું પેપર, કાલથી હાઈસ્કૂલ બંધ,
મિત્રો, સખીઓ, સહાધ્યાયીઓ ને મળવાનું બંધ, હાઈસ્કૂલ જીવનનો અંત. 
પેપર પત્યું, રાધા અને મીરાં ભેટી પડ્યાં
અશ્રુભીની આંખે મીરાએ છેલ્લી વાર પૂછ્યું;
“કહેને રાધા શીદને પડી તું કાળા કાનાના પ્રેમમાં????”
સજળ નેત્રે રાધાએ ઉત્તર વાળ્યો; “કાનો પૂછે તો કહું.”
*******
ત્યાંતો ચમત્કાર થયો, કાનો સાક્ષાત હાજર થયો.
સખીઓ કાનાને ઘેરી વળી સૌ નો એકજ સુર,જવાબ જાણવા ગાંડીતુર
“પુછોતો ખરા કાનાભાઈ, શીદ પડી તુજ પ્રેમમાં રાધા??”
શાયરીઓની  શહેનશાહ રૂચી, તરત એણે એક શાયરી રચી.
હર શામ કિસીકી સુહાની નહિ હોતીહર ચાહત કે પીછે કહાની નહિ હોતી;
કુછ તો અસર હોગી  મુહોબતમે, વરના ગોરી રાધા કાલે કાનાકી દીવાની નહીં હોતી.
ને કાનાએ પુછીજ લીધું
“કહેને રાધા શીદને પડી તું મુજ કાળાના પ્રેમમાં????”
હાસ્યની છોળ ઉડી અને ઉત્તર માટે રાધા મજબુર બની.
મીરાં, મોહિની, કામિની, દામિની,
દક્ષા, રક્ષા, પ્રતીક્ષા,  આશા,
સૌની નજર રાધા પર અને રાધાનો હાથ દિલ પર
 થોડું ગૂંચવાઈ, થોડું ગભરાઈ,થોડું મૂંઝાઈ, થોડું શરમાઈ,
પણ હતી એટલી હિંમત ભેગી કરી, નજર નીચી રાખી,
રાધા માત્ર એટલુંજ બોલી;
" તમે ગમ્યા ને હું પડી".
સૌ હસી પડ્યાં, જવાબ સાદો હતો પણ સાચો હતો.
 દિલનો એ સોદો હતો.
…….પછી........
પાંચ સાત વર્ષ માં તો સખીઓ સૌ પરણી ગઈ,
દેશ વિદેશ ઉપડી ગઈ, સાસરામાં ગોઠવાઈ ગઈ
પણ........ મીરાં ક્યાંક ખોવાઈ ગઈ.
ક્યાં છે મીરાં ????
રાજસ્થાનના રણમાં ?  હિમાલયની કંદરાઓમાં ?
આલ્પ્સ, એન્ડીઝ કે રોકીઝ ની બર્ફીલી પહાડીઓમાં ?   
અમેરિકાની ગગનચુંબી ઈમારતોમાં ?
ઇતિહાસના પાનાઓમાં ? શાયરની શાયરીઓમાં ?
ક્યાં છે ????
 એતો શાંત પણ અમર યાદ હતી એક દિલમાં,
 એક નવયુવાન હૈયાંનું પ્રથમ આકર્ષણ હતું ન પહોચેલી મંઝીલમાં.
અરે મંજિલ પર કદમ માંડીજ ન શક્યો.
કારણ કે બુઝદિલ બોલીજ ન શક્યો
*******
કાનો અને રાધા પરણી ગયાં
એક પ્રેમ કહાની લગ્નમાં પરિણમી એક દીકરાના માં-બાપ બન્યાં
જીવનની ગાડી સડસડાટ દોડવા લાગી.
પણ કાનાના દિલમાં ક્યારેક મીરાં પ્રત્યેના આકર્ષણના એ પાંચ દિવસ યાદ આવી જતા.
હા એ પ્રેમ એકતરફી હતો. બિચારી  મીરાં તો સાવ અજાણ
ન જણાવ્યું કાનાએ  કે ન જાણ્યું દુનિયાએ, મીરાના હૃદય ને ન પીછાણ્યું કોઈએ
પણ નામ જરૂર જોડી દીધું હતું કાના સાથે મીરાનું સૌએ
કારણ નાનું હતું ને વજૂદ કશુંજ નો'તું
એક દિ મીરાએ  કાનાને કહ્યું "હાય",અને જવાબ આપ્યો કાનાએ "હાય" 
ત્યાતો થઇ ગઈ ગુરુકુળ આખામાં વ્હાઈ વ્હાઈ
વાત એક કાનથી બીજે કાન ગઈ અને અફવા ન્યુઝ બની ગઈ
*******
વર્ષો ને વીતતાં શી વાર લાગે ?
આમ ને આમ દાયકાઓ વીતી ગયા જમાનો ઝડપથી બદલાય ગયો
જુવાન હતા ત્યારે થમ્સ અપ આવેલું,
 જુવાની ગઈ ત્યારે વોટ્સ એપ આવ્યું,
જ્યાં એક ફોન ના ફાંફાં હતાં ત્યાં ઈન્ટરનેટ અને મોબાઇલ ની ધૂમ મચી
દુનિયા નાની થઇ ગઈ ,ઈ-મેલ, ફેસબુક, ટ્વીટર, સ્કાઈપ અને કેટલુય નવું 
રંગીન ટી.વી. અને સીરીયલ દળદાર, હાસ્ય, રમુજ  અને રીયાલીટી શોની ભરમાર,
એક શો હતો 'સચ કા સામના' કાનો અને રાધા કરતા હતાં એનો સામનો.
સૌ જણાતાં હતાં રાધા કાનનો પ્રથમ પ્રેમ હતો
પણ પુછવા ખાતર પ્રશ્ન પૂછ્યો શું રાધા જ તમારો પ્રથમ પ્રેમ હતો ?
એક તરફ સત્ય બોલવાનું હતું, અને કાનો દિલ પર હાથ રાખી બોલ્યો "ના".
રાધા સહીત સૌ ચમક્યાં,ક્યાંક કાનો જુઠું નથી બોલતો ને !
મશીન 'બોલ્યું સાચું છે' રાધાનો ચહેરો કહેતો હતો 'ખોટું છે'.
મશીન ખોટું કે રાધા ખોટી ?મશીન સાચું કે રાધા સાચી ?
અને કાના એ પહેલીવાર દુનિયા સામે રહસ્ય ખોલ્યું, મોં બોલ્યું અને હૃદય મહેક્યું;
“એકવારરાધાને મેં જણાવેલુંકે;
કદાચ હું બે ઘોડી પર એક સાથે સવારી કરી શકું,
પણ બે બે કન્યાઓને પ્રેમ કરવાનું મારા માટે શક્ય નથી.
અને પછી મેં એ રહસ્ય ક્યારેય ખોલ્યું નો'તું.
હવે આજે સાચું બોલી એ રહસ્ય ખોલીજ દઉં.
વાત એમ છે કે હું, રાધા અને મીરાં,  એકજ ગુરુકુળમાં
 સીમિત વિદ્યાર્થીઓ  સૌ સૌની ઓળખાણમાં
એસ.એસ.સી પરીક્ષાને માત્ર ૪ વિક બાકી રહ્યાં હતા 
ગુરુકુળમાં  મારી નજર મીરાં પર પડી,મને જોઈ એ હસતી હસતી ભાગી.
આમ પણ"હાય" ન્યુઝ બની ચુક્યા હતા એટલે મીરાનું ભાગવું સ્વાભાવિક હતું
જીવનમાં પહેલીવાર મને યુવાનીનો અહેસાસ થયો,
કોણ જાણે કેમ પણ મને ભાગતી મીરાંમાં રસ પડ્યો.
અને એ રસ પ્રેમરસ બની ગયો.
એક તરફ એસ. એસ. સી. ની એક્ઝામ માથે,
બીજી તરફ મન પ્રેમના મઝધારે
નયન વાંચન માં અને મન મીરાં માં
આવું બન્યું હતું મારા પહેલા પહેલા  પ્યારમાં.
એણે એક વાર જરા નજર કરી હતી મારા તરફ;
હૈયું હરખાયું હતું ત્યારથી, સદાય એના તરફ
નામ મારું એના દિલમાં લખાયું, કોને ખબર? 
એનું નામતો કોતરાય ચુક્યું હતું  મારા ઈતિહાસમાં

એક આંખ પુસ્તકમાં રાખી બીજી આંખે જોતો હતો
હું એના ખ્યાલમાં જ્યાં જ્યાં નો'તો ત્યાં રહેતો હતો.
એક રસ્તો  જડ્યો પ્રેમપત્ર લખવાનો પણ એવું લખતાં આવડે ક્યાંથી ?
બીજો રસ્તો હતો સીધી દરખાસ્તનો, પણ એટલી હિંમત હોય ક્યાંથી ?
ત્યાં સલાહ લીધી  વિશેષજ્ઞની  
કેમકે  વિશેષજ્ઞ અને મીરાં પાડોશી,
પણ  વિશેષજ્ઞ મારા કરતાં પણ વધુ બીકણ આ બાબતમાં
એના નામનો અર્થ થાય ‘શક્તિ’ પણ મને મદદ કરવાની બતાવી અશક્તિ
મીરાની મમ્મી નો પ્રભાવ આખા ગામમાં ને તે કરી દે તકલીફ આ કામમાં
એની મમ્મી મુખી એને કેમ કરાય દુખી
વળી એની મમ્મી દુખી તો હું કેમ થાઉં સુખી ??
બાઉન્સર આવ્યો, વિશેષજ્ઞ નો
 “ભાઈ તારા કરતા લાગે જબરી, એટલે તું શોધ કોઈ બીજી છોકરી”
આ બાઉન્સર હું રમી માં શક્યો અને હિટવિકેટ આઉટ થયો
અંતે હું હિંમત હાર્યો, મીરાં સાથેની મેચ પણ હાર્યો
વગર પેચે મારી પતંગ ગઈ  કપાઈ, પણ એમાં રાધા ગઈ મંગાઇ
આમ ન શરુ થઇ શકેલી એકતરફી પ્રેમ કહાની નો આવ્યો અંત
પણ મળી ગયો કાનાને રાધાનો સંગ   
હજુતો હું વિચારતો હતો મીરાં, લાવ હથેળી નામ લખી દઉં
ત્યો તો રાધાએ કહ્યું દિલમાં મારા તારું ઘર કરી દઉં
જોઈ હતી ફિલ્મ, ગીત ગાતા ચલ
ત્યારથી દિલમાં થતી હતી ઘણી હલચલ
તેનું એક ગીત કર્યું મેં રાધા અને મીરાંને અર્પણ
કારણકે મારા પ્રણયનું હતું એ સાચુકલું દર્પણ
બનવું હતું મીરાનો મોહન પણ બની ગયો રાધાનો શ્યામ,
આથીજ તો કહું છું, રાધાકાભી શ્યામ ઔર મીરાં કાભી શ્યામ
ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક મુસ્કાન ખુશીની નથી હોતી,
મેળવવા તો ઘણા માંગે છે ઘણું બધું,
પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.
ખબર ન પડી ક્યારે આકર્ષાય ગયો એનાય હવેતો વર્ષો થઇ ગયાં
આવ્યા અચાનક દિલમાં એવી રીતે; યુવાનીની પ્રથમ બહાર આવી ગઈ !
એવીતે શી ઘટના ઘટી કે માત્ર પાંચ દિવસ માંજ પાનખર આવી ગઈ ?
અને આમ સચ કા સામના શો પૂરો થયો., કોણે કોણે જોયો તેની કોને ખબર ?
એન્કર અને ઓડીયન્સ નો એકજ અભિપ્રાય
આને કહેવાય આકર્ષણ, કોઈ પ્રેમ નથી કાનાભાઈ.
યુવાનીના ઉંબરે આકર્ષણ તો અનેક થાય
આગ જયારે  બંને બાજુ લાગે ત્યારેજ તેને પ્રેમ કહેવાય.
*******
એક દિવસ કાનાએ  ફેસબુક પર રીકવેસ્ટ જોઈ,નામ એકદમ જાણીતું જોયું,
તરત એક્સેપ્ટ કર્યું અને સામે મીરાં મળી.
મીરાં મોન્ટ્રીઅલમાં અને કાનો ક્યુબેકમાં
બંને ભારતની બહાર કેનેડામાં
અંતર માત્ર ત્રણ કલાકના ડ્રાઈવિંગ નું
દશકોના ગાળા પછી આમ મીરાંને મળવાનું થયું.
બંને એ એક બીજાના ઈતિહાસ અને વર્તમાન જણાવ્યા
અને પવિત્ર મૈત્રીના ઈરાદા દર્શાવ્યા
વાનપ્રસ્થાશ્રમ ની આ મૈત્રી છે સમજદારી પૂર્વકની નિર્મળ, સ્વચ્છ અને પવિત્ર 
મીરાંને પણ મનગમતો માધવ મળી ગયો છે.
 સુંદર, સુશીલ અને સંસ્કારી દીકરીની માતા છે. ખુશ ખુશાલ જીવીન જીવે છે.
આજે બંને દંપતી એકબીજાના મિત્રો છે.
કાનો અને મીરાં માંગે છે એમના જીવનના આ દશકા
જે વગર વાંકે વિના સંવાદ ગુમાવ્યા.
જે ભૂલ એમણે ક્યારેય નો'તી કરી તેની સજા તેમણે ખુબ ભોગવી
પજવનારાઓ પજવી ગયા પણ બે નિર્દોષ  દિલ નાહકના ભોગ  બન્યા
જ્યાં સહુએ સમજ્યો એક અંત પજવણીની કહાણીનો;
કાના એ હવે ત્યાંથી દોસ્તીની શરૂઆત કરી છે
મન પણ ખુશીથી કેવું હરખાય ગયું
ઉંડા દરિયા જેવું હૃદય હતું કાનાનું,
પણ મીરાંની દોસ્તી ના એક ટીપે છલકાય ગયું .
કદી ન કરેલ ગુનાઓની મેં કબૂલાત કરી છે;
મારા પ્રતિબિંબ સાથેય મેં ઘણી વાત કરી છે..
એમની દોસ્તીની ની આ તે કેવી અસર છે?
અરે આ ધરતીજ હવેતો જન્નત થઇ ગઈ છે.
વાત દિલની ગોપિત રાખીને શું કરીશ પંકજ ?
તારા શબ્દોએ, દિલની રજૂઆત સત્ય  કરી છે.
****
ડેડ, વિલ યુ લાઇક ટુ  સી માય ગર્લફ્રેન્ડ?
પાર્થ નો કાનાને પ્રશ્ન.
કાનાએ જરા નજર ફેરવી તો એને નવયુવાન મીરાં દેખાઈ
દિલ ધડકન ચુક્યું,
અરે આ તો મીરાંની ઝેરોક્ષ કોપી, એની ઉલૂપી !
ઓહ માય ગોડ, એક પેઢીને વિરહની વેદના
અને બીજી ને મિલનનો આનંદ !
હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે.
………..************…………
પાર્થ અને ઉલૂપી પરણી ગયાં
કાનો અને મીરાં વેવાઈ-વેવણ બન્યાં
હે પ્રભુ, તારી ગતિ ન્યારી !
(પંકજદાંડી)


No comments:

Post a Comment