Monday, January 30, 2017

હું તને ગમતો'તો


હું તને ગમતો'તો
તું પણ મને ગમતી'તી,
સાચું હતું આપણે બંને 
એકબીજાને ગમતાં હતાં

ગયો હતો સ્કૂલમાં, 
જયાં આપણે ભણતાં હતાં,
પહોંચી ગયો બાગમાં, 
જયાં આપણે મળતાં હતાં.

પતંગિયાં ઉડી પૂછે
તમે કેમ હવે દેખાતા નથી ?
તમારી ખાસ ઓલી 
સંગ અહીં  લપાતા નથી ?

વર્ષો પછી હજુ પણ ઉભું છે 
ઝાડનું એ થડિયું,
મેં  જેના ઉપર કોતર્યું હતું
આઈ લવ યુ.

હજુ પણ અકબંધ છે
નીચે તારો નીચે જવાબ
આઈ લવ યુ 2,
મેરે દિલકે નવાબ.

 (પંકજદાંડી)


હિન્દુસ્તાની નારી


હું છું હિન્દુસ્તાની નારી
મળતાંજ ચાન્સ
સહુએ આંખ મિચકારી.

હું સીતા છું, 
રામે મને ત્યાગી

હું શકુંતલા છું, 
દુષ્યંતે મને દાગી

હું દ્રૌપદી છું,
હારેલાએ મને હારી

હું નિર્ભયા છું, 
ચાલકે મને રહેંસી.


કહેવાઉં છું લક્ષ્મી અને જગદંબા 
પણ, છું તદ્દન બિચારી

સાધુ, સંત ને પોલિટિશિયનના
 વેશમાં જોયા મેં શિકારી.

હું છું હિન્દુસ્તાની નારી


(પંકજદાંડી)

માધવ ક્યાંય નથી નેટવર્કમાં



ગોપ કહે ગોપીને તું,
ચેક કર વોટ્સ એપ માં,
માધવ ક્યાંય નથી નેટવર્કમાં.

ગોપી બેઠી ટ્વિટ કરે છે ,
શોધ્યા યાહૂ ગૂગલમાં,
માધવ ક્યાંય નથી નેટવર્કમાં.

પંકજ પૂછે મોહન,
તમને ક્યાં શોધું જગતમાં,
માધવ ક્યાંય નથી નેટવર્કમાં.

રાધા બોલી  ધ્યાન ધરીને,
શોધ્યા અંતર મનમાં,
મને માધવ મળ્યા હૃદયામાં.

(પંકજદાંડી)


મખમલી પગલાં


 જયારે તું મોર્નિંગની મેટ્રો પકડવા મખમલી પગલાં ભરે છે,

ગુડ મોર્નિંગ કહેવા શખ્સ જોગીંગ ના ડગલાં ભરે છે.

ખરેખર  લક્ષ્ય અઘરું છે સત્ય  જરૂર સમજે છે.

છતાં રોજ સવારે તારા દર્શન નો અભ્યર્થી બને છે.

તારી નજરમાં આવવાના મારા પ્રયત્નો છે

તારા માર્ગને ચાતારવાના મારા  યત્નો છે

તને અકસ્માત અડી લેવાના આશા છે

તારા એક સ્મિત ની  અભિલાષા છે

મને ભગવાન પર ભરોસો છે,

કાલે જરૂર પ્રેમનો સોદો છે.

(પંકજદાંડી)


નયન ટકરાયાં


ઉઘડતી સ્કુલની વહેલી સવારે
પ્રથમ આપણાં નયન ટકરાયાં

ટનટન  વાગતા બેલની સાક્ષીએ
પછી આપણાં હૈયાં જકડાયાં.

કર્યા મનસૂબા આપણે એકમેકને ચાહવાના
પણ નો'તી ખબર દોસ્તો જ આપણને નડવાના.

અકસ્માતે આપણે એકબીજાને નો'તા અડયા
કોણ જાણે કેમ પણ આપણે સંબંધમાં કાચા પડયા

પછી દિવસો વિતતા ગયા, કેલેન્ડરના પાનાં ફરતાં ગયાં
કોઈ વાત થઇ, તકરાર થઇ,જોતજોતામાં સ્કુલ પૂરી થઇ

સાગરમાં સરોજ અને અમાસમાં જ્યોત્સના શોધતાં રહયાં.
ભેગા થયા વિના છૂટાં થયાં, ને હજુય ભાગ્યને કોસતાં રહયાં.


(પંકજદાંડી)

છોટે છોટે મટકો મેં મખ્ખન ભર કે



છોટે છોટે મટકો મેં મખ્ખન ભર કે,
સર પે ગગરી ડાલ  કે,
ચલો રે ગોપિયાં કાન્હા સે મીલને
,અચ્છા સા બહાના નિકાલ કે.

જા કે અબ હૈ ગઉ ચરાના,
ઔર ગોપ સે મસ્તી કરના,
જબ તક માંગે ના મખ્ખન ના દેના,
છાછ કો રાખના સંભાલ કે
ચલો રે ગોપિયાં કાન્હા ....

કાન્હા કે સંગ સખી મીઠી મીઠી બોલના,
જી મીઠી મીઠી બોલના
ઉસકો હંસાકે સેલ્ફી ભી લેના,
ગુસ્સા કરે વો તો ભી નહીં માનના,
ફેસબૂક પે ઇસકો શેર કરના,
વોટ્સ એપ  મેં ભી  ડાલ  કે.
ચલો રે ગોપિયાં કાન્હા ....


(પંકજદાંડી)