જયારે તું મોર્નિંગની મેટ્રો પકડવા મખમલી પગલાં ભરે છે,
ગુડ મોર્નિંગ કહેવા આ શખ્સ જોગીંગ ના ડગલાં ભરે છે.
ખરેખર લક્ષ્ય અઘરું છે એ સત્ય જરૂર સમજે છે.
છતાં રોજ સવારે તારા દર્શન નો અભ્યર્થી બને છે.
તારી નજરમાં આવવાના મારા પ્રયત્નો છે
તારા માર્ગને ચાતારવાના મારા યત્નો છે
તને અકસ્માત અડી લેવાના આશા છે
તારા એક સ્મિત ની અભિલાષા છે
મને ભગવાન પર ભરોસો છે,
કાલે જરૂર પ્રેમનો સોદો છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment