ઉઘડતી સ્કુલની વહેલી સવારે,
પ્રથમ આપણાં
નયન ટકરાયાં
ટનટન
વાગતા
બેલની
સાક્ષીએ,
પછી આપણાં હૈયાં જકડાયાં.
કર્યા મનસૂબા
આપણે
એકમેકને ચાહવાના
પણ નો'તી ખબર
દોસ્તો જ
આપણને નડવાના.
અકસ્માતે ય આપણે
એકબીજાને નો'તા અડયા
કોણ જાણે કેમ પણ આપણે
સંબંધમાં કાચા પડયા
પછી દિવસો વિતતા ગયા,
કેલેન્ડરના પાનાં ફરતાં ગયાં
ન કોઈ વાત થઇ, ન તકરાર થઇ,
જોતજોતામાં સ્કુલ પૂરી થઇ
સાગરમાં સરોજ અને
અમાસમાં જ્યોત્સના શોધતાં રહયાં.
ભેગા થયા વિના જ છૂટાં થયાં,
ને હજુય ભાગ્યને કોસતાં રહયાં
(પંકજદાંડી)
No comments:
Post a Comment