Monday, January 30, 2017

કૃષ્ણ ની મોરલીને વાગવાનું મન થાય


કૃષ્ણ ની મોરલીને વાગવાનું મન થાય,
ગોપીઓના ચરણોને ભાગવાનું મન થાય.

જમાનાના જળમાં હંસને તરતા જોઈ,
હરણાંને પણ નહાવાનું મન થાય .

જયારે જયારે  રાધા કૃષ્ણની લીલા થાય,
ત્યારે ગોપીઓને માનવ દીવાલ રચવાનું મન થાય.

શીદને રચાતી હશે માનવ દીવાલ આ ગોપીઓ ???
કૈંક પ્રશ્ન થયા ગોવાળોના મનમાં.

સમજુ ગોવાળને જવાબ જડ્યો,
ક્યાંક નજર ન લાગી જાય કાનાની લીલાને આપણી !


(પંકજદાંડી)

No comments:

Post a Comment