પ્રતિ,
શ્રી કૃષ્ણકાંત યાદવ,
દ્વારિકા, ગુર્જરભૂમિ, સિંધુપ્રદેશ.
કેવું લાગ્યું અમારું આ સંબોધન ?
સમજો તો સારું છે, સંબોધન
મારુ ન્યારું છે.
જો જીત્યા તો અહીં જ આપનું સાસરું છે.
હવે કહું વાત માંડીને,
વાંચો કૌશલરાજાની શરતને.
જે સાત સાંઢને નાથે એ મને પરણે.
હાર્યા તો અનેક જે મને ન ગમે.
આપે તો નાથ્યા છે છ સાંઢને અગાઉથી
બાકી રહેલા એકને હરાવો જરૂરથી.
રાગ, દ્વેષ,,
મોહ, લોભ, મદ અને ઈર્ષા
આ છ સાંઢ તો ગયા હવે એકને હરાવો,
પછી હું અને તમે,
રથમાં સવાર થઈને નીકળી પડીશું.
આપણી યાત્રા હશે અંતહીન પણ નહિ દિશાહીન.
બસ તમે સ્મિત રેલાવતા રહેજો
અને હું સંગીત.
નથી મારામાં કોઈ દુષણ,
બનશે આ નાગજીતી આપનું ‘છઠ્ઠું
આભૂષણ’.
લિ. પ્રત્યુત્તરની અપેક્ષાએ,
રાજકુમારી નાગજીતી
(પંકજદાંડી)
No comments:
Post a Comment