કવિતાની દરેક કડીમાં
તારી યાદ
મુકું છું,
સત્તાવન વર્ષે પણ
યુવાનીનો સ્વાદ
મુકું છું.
સાચવી
છે ભૂતકાળની એક એક
યાદ
છતાંયે
કરી નથી
તને ક્યારેય ફરિયાદ.
આજેજ
હાથ લાગ્યો
એક જુનો
પ્રેમપત્ર,
ને સ્મૃતિપટ પર રિપીટ થયું તેજ સૂનું સત્ર.
સોંપ્યો હતો દોસ્તને, તે પહોંચાડવા તને,
પકડાવાની બીકમાં, પરત કર્યો હતો મને.
ભૂતકાળમાં દોસ્ત ત્રણ હતા આપણે,
આજે છીએ ‘હું, તું અને તે’ ના સ્વરૂપે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment