કઝીન કહું કે સખા કહું, કે
પછી કહું મેરે યાર,
મિત્રવિન્દા બેઠી મહેલે, આજ
કરે છે વિચાર.
મારુ જીવન આપને સમર્પિત છે.
મારા શરીરનો એક એક અંશ,
અરે એ અંશનો પણ અંશાંશ,
જપ્યા કરે છે માત્ર તમારું જ સ્મરણ.
મારી ઇચ્છાશક્તિ તમને પામવાની છે.
હું તમને પામું, તમને સ્પર્શું
તમારી જ અનુભૂતિ પામું.
હું તમારામાં જ મારુ શરણું શોધું છું.
જેથી
હર એક ક્ષણે મારો પ્રેમ
તમારા ચરણે સમર્પિત થતો રહે.
મારી જાતને તમારી સાથે બાંધી રાખે
તમારા સ્નેહ સંબંધમાં હું સદાય બંધાયેલી રહું.
મારા જીવનની અભીપ્સા પુરી કરો મારા નાથ.
હું તમારી પાંચમી પત્ની બનવા તૈયાર છું.
મારુ હરણ કરો, હરણ કરો, હરણ કરો.
અને હા ! યાદવોમાં તો મામા-ફોઈના સંતાન પરણે જ
છે.
લિ. તમારી જ રાહમાં મિત્રવિન્દા.
No comments:
Post a Comment