ફેસબુક લોગ ઓફ કરીને ચાલ્યા ક્યાં તમે ?
ફેસબુક લોગ ઓફ
કરીને ચાલ્યા ક્યાં તમે,
કમ્પ્યુટર શટ ડાઉન કરીને
ચાલ્યા ક્યાં તમે ?
તમને પુછાવે યાર,
તમે ઉભા રહો, મારા ખુલ્લા
છે દ્વાર, તમે ઉભા
રહો,જરા ઉભા રહો
જરા ઉભા રહો……
ફાંકડી ફ્રેન્ડશીપ છોડીને
ચાલ્યા ક્યાં તમે, મને રીપોર્ટ
કરીને ચાલ્યા ક્યાં તમે
?
મારી થઇ નથી
ભૂલ મને માફ કરો,
હું તો તદ્દન છું ફૂલ,
મને માફ કરો,મને માફ કરો,
મને માફ કરો……..
ટ્વીટર પર આમ
તડપાવીને ચાલ્યા
ક્યાં તમે, ઈ મેલ સ્પામ
કરીને ચાલ્યા ક્યાં તમે
?
કરીને કેટલીય કોમેન્ટ
તમે રહ્યાં હતાં, થઈને અનોખા ફ્રેન્ડ
તમે આવ્યાં હતાં,
તમે આવ્યાં હતાં,
તમે આવ્યાં હતાં……
મને એકલો છોડીને
ચાલ્યાં ક્યાં તમે, ફેસબુક લોગ
ઓફ કરીને ચાલ્યા ક્યાં
તમે ?
ફેસબુક લોગ ઓફ
કરીને ચાલ્યા ક્યાં તમે,કમ્પ્યુટર શટ ડાઉન કરીને
ચાલ્યા ક્યાં તમે.
(પંકજદાંડી
)
No comments:
Post a Comment