તમે એકવાર કેનેડા આવજો હો
તમે એકવાર કેનેડા આવજો
હો…….. નંદલાલા,
તમને કેનેડામાં ઘણુંજ ગમશે
હો…….. નંદલાલા.
તમે રાધા લાવજો, મીરાં
લાવજો, ગોપ લાવજો, ગોપી
લાવજો,
પણ દ્રૌપદીને લાવવાનું ભુલાશો ના નંદલાલા…….
તમે એકવાર કેનેડા …….
તમને બટર આપીશ, ચીઝ
આપીશ, કેન્ડી આપીશ, બેરી
આપીશ ,
તમને પાશચ્યુરાઇઝ્ડ મિલ્ક પીવડાવીશ હો
નંદલાલા……. તમે એકવાર કેનેડા …….
તમે ફલાઈટ માં અવાજો
ને ટોરોન્ટો ઉતરજો, સી.એન ટાવર જઈને
જલ્દી પાછા આવજો,
તમને નાયગરાના ધોધે નવડાવશું રે
નંદલાલા……તમે એકવાર
કેનેડા …….
તમે ટ્રેન માં બેસજો
ને મોન્ટ્રીઅલ પધારજો, મેટ્રો લઈને પાર્ક પર ઉતરજો,
તમે રામજી મંદિરમાં
બીરાજજો રે નંદલાલા …… તમે એકવાર કેનેડા …….
(પંકજદાંડી)
No comments:
Post a Comment