Thursday, December 29, 2016

ચણીબોર જેવી તું

ચણીબોર જેવી તું
વિનય મંદિરના વ્હાઇટ યુનિફોર્મમાં હતી સ્વીટી તું,
તારી બ્યુટીને છુપી રીતે નીરખી લેતો હતો હું.
ને મને ગમતી દાંડીના ચણીબોર જેવી તું.
શનિવારની સવારમાં એક દો તીન બોલતાં,
દૂસરા બદલમાં ખોટો દાવ ખેલાતો હું,
ને મને ગમતી દાંડીના ચણીબોર જેવી તું.
સ્કૂલ આખીના છોકરાઓને ગાંડા કરતી તારી,
મોહક અદાને મારા નયનોમાં કેદ કરી લેતો હું,
ને મને ગમતી દાંડીના ચણીબોર જેવી તું
(પંકજદાંડી)


નાનકડા શબ્દ પર

નાનકડા શબ્દ પર

જવું હતું ઇન્ડિયા આજ સાંજની ફ્લાઇટે
ભરી હતી  બેગ અગાઉથી ખરીદેલ ચીજે.
લીધી હતી સર્વ ચીજો ગણી ગણીને
છતાંય જતો હતો શું કઈંક ભૂલીને ?
મેં ટેબલ, કબાટ ને પલંગ પર
દૃષ્ટિ ફેરેવી સમગ્ર ઘર પર.
અરે તું તો હજુ ત્યાં જ રહી હતી,
મારા પુસ્તકના ખૂણે લખાયેલા નાનકડા શબ્દ પર.
(પંકજદાંડી)  


લખાણ જરા મોડું સમજાય

લખાણ જરા મોડું સમજાય
મેં જોયું છે ક્યારેક એવું પણ થાય છે,
મારી રચના તને જરા મોડી સમજાય છે.
શું કામ તું ફરિયાદ કરે છે ?
પંકજ તને ફરી ફરીને યાદ કરે છે.
અરે !  જરા ધ્યાનથી વાંચ,
હવે તો આપણા દોસ્તોને સમજાય છે.
 મારી દરેક રચના તારે માટે તો હોય છે.

(પંકજદાંડી)

વર્ષો પછી મળતા રહ્યા

વર્ષો પછી મળતા રહ્યા

લેપટોપે બેસી ટાઈમ પાસ કરતા રહ્યા,
અને આપણે ઈ-માધ્યમથી મળતા રહ્યા.
નસીબમાં લખાયું હશે આપણા,
એટલે વર્ષો પછી મળતા રહ્યા.
આમતો મળવાનું પણ ક્યાં બન્યું છે ?
એટલે જ તો ફેસબુકે મળતા રહ્યાં.
ખરેખર અજીબ સ્વપ્ન જેવું લાગે છે,
એટલે જ તો કેનેડામાં પણ મળતા રહ્યા.

(પંકજદાંડી)

Friday, December 2, 2016

નિરાળો અંદાજ છે



તારા ટોરોન્ટો શહેરનો નિરાળો અંદાજ છે,

લોન્ગ ડ્રાઇવ કર્યા પછી જ પહોંચાય છે.

બોલ આવું કેવી રીતે તારા શહેરમાં ?

દિવસ અડધો ડ્રાઇવ કરીને થાકી જવાય છે.

જીવન આખું જીવ્યો તારા અભાવમાં

મારી આંખમાં તારી રાહ જોવાય છે.

સાચું કહું છું, ચાલ તું જ મોન્ટ્રિઅલ આવ

તારું નામ બોલતાં અવાજ બદલાય જાય છે.

(પંકજદાંડી)

Tuesday, November 15, 2016

આંગળી અડાડીએ હવે

આંગળી અડાડીએ હવે

આવ મોન્ટ્રિઅલના બાગમાં ફરી ફૂલ ઉગાડીએ,
લાવ ટોરોન્ટોના પ્લાન્ટ, આપણીજ શોભા વધારીએ.

અસ્તિત્વ તો તારું ને મારુ  આમજ ઓગાળી જશે,
માંડ માંડ તક મળી છે હવે દિલની ક્ષુધા બુઝવીએ.

આપણા જ દોસ્તો આપણી દોસ્તી નહિ સ્વીકારશે હવે,
આપણી દોસ્તી વિષે આપણે જ અફવા ઉડાડીએ હવે.

ઊંચકાય રહ્યો છે ગોવર્ધન આપણી મૈત્રીનો,
ચાલ ઝડપથી આંગળી અડાડીએ હવે.


(પંકજદાંડી)

Friday, November 11, 2016

સમય નથી




ઘણી ખુશી છે કેનેડામાં લોકો પાસે ,
પણ હસવા માટે સમય નથી.

ફૂલ ટાઈમ જોબ અને ઓવર ટાઈમ છે,
પણ બાળક માટે સમય નથી.

મા-બાપ ના માધ્યમથી કેનેડા આવ્યા
હવે તેમને ડોક્ટર પાસે લઇ જવાનો સમય નથી.

વોટ્સ એપ અને ફેસબુકમાં મંડયા રહે છે
પણ એક કોલ કરવાનો સમય નથી.

પૈસાની દોડ માં દોડતા જ જાય છે,
કોઈને  થાક ખાવાનો સમય નથી.

હવે તમે જ કહો આ કેનેડા વાળાને,
કાલે મરી જશો, તોય આજે જીવવાનો સમય નથી.

 (પંકજદાંડી)

Friday, November 4, 2016

દાંડીની યાદ આવી ગઈ

હરતાં ફરતાં મોન્ટ્રિઅલમાં એક દોસ્તની યાદ આવી ગઈ,
હતો સમય ને હતો એક દોસ્ત, મને યાદ દાંડીની આવી ગઈ.
દૂર હતા દેશી બાવળ ને દાતણ કાપવા જતા હતા,
ટાઇગર નામના કૂતરાને સાથ સંગાથે રાખતા હતા.
ખાટાં, મીઠાં ચણી બોર ને આમલી સુધ્ધાં ખાધી હતી.
ઊંધિયા સાથે તપેલી ભરીને છાશ અમે પીધી હતી.
પ્રકાશ કહું કે કહું પકો, પંકજની જોડી જામી હતી,
ગૌતમ, દિલીપ ને સઘળા દોસ્ત, મઝા ખુબ કરી હતી
હવે છે સમય જુદો ને દોસ્તની ન્યુઝીલેન્ડ દૂરી થઇ ગઈ,

હરતાં ફરતાં મોન્ટ્રિઅલમાં મને દાંડીની યાદ આવી ગઈ.

વિન્ટર આખો રાહત મળે

મોન્ટ્રિઅલમાં પાનખર ને ઝાડે પાન ન મળે ,
સાંજે જોબથી છૂટીને પતિ-પત્ની ગળે મળે.
એક ગાર્ડરીથી બાળક લાવે ને બીજું રસોઈ  કરે,
પછી ઘરડાં માં-બાપ બીમારીની ફરિયાદ કરે.
વહુ, સાસુ -સસરાને પરત કરવાની પેરવી કરે,
બહેરાં બનવાનો ડોળ કરી ડોસલાં સઘળું સાંભળે.
મોડામાં મોડું ક્રિસ્ટમસ પહેલા ડોસલાંને  રિટર્ન કરે

ને પછી પતિ-પત્નીને વિન્ટર આખો રાહત મળે.

ગુજરાતણને ગરબે

મોન્ટ્રિઅલમાં કોકવાર આવે તો કાન,
રાધાને સાથે ના લાવીશ.
ગાયોને અહીં મશીનથી દોહવાય છે,
ને બીફને નામે કાપીને ખવાય છે.
તાંદુલની પોટલી નથી રાખતા કોઈ,
ફાસ્ટફૂડને હાલતાં ચાલતાં આરોગાય છે.
દહીં, છાશ અને ઘી હવે તો અહીં પણ મળે છે,
યોગર્ટ, બટર અને ચીઝ ટ્રેડમાર્ક થી વેચાય છે.
હા પણ તને એક વાત અહીં જરૂર ગમશે,

તું ગુજરાતણને ગરબે હજુય  ગવાય છે.

દારૂડિયા જોડે

શું કામ પરણાવી'તી એ દારૂડિયા જોડે,
શું હું તમારે માટે સાપનો ભારો હતો મમ્મી?
નથી રહ્યો દમ આ શરીરમાં પપ્પા,
એ તો જતા રહ્યા છોડીને મને બે બાળ ઉછેરવા.
શું જતી વખતે એણે વિચાર્યું હોય નહીં,
કેમ ઉછેરશે બાળકોને આ એકલી નારી.
બોલો કાકાઓ  એને શરમ ના આવી,
તકલીફ તો લાવશે હવે ભૂખ અને મોંઘવારી.
દારૂ માટે પૈસા ન આપ્યા ત્યારે મને હતી મારી,
ને હવે આવશે જાત વેચવાની મારી જ વારી. 

(પંકજદાંડી)

સમય વહ્યા કરે છે

અહીં હું છું, ત્યાં તું છે અને સમય વહ્યા કરે છે.
ફેસબુકની આ ફ્રેન્ડશીપ હવે વધ્યા કરે છે.
મેસેજ મફતમાં કરીને મઝા વોટ્સએપ પર થાય છે
છતાં ચેટનો આનંદ તો ફેસબુકે જ આવે છે.
તારાં સ્પંદનો હૃદયને સ્પર્શીને ક્યારનાં રિટર્ન થઇ ગયાં,
તોય હજુ પાંપણો ભીની થઈને તને જ તાક્યા કરે છે.
હવે તો મોન્ટ્રિઅલમાં પાનખર પણ આવી ગઈ છે,
ને મેપલનાં લીવ્ઝ ઉડી ઉડીને વાગ્યા કરે છે.

(પંકજદાંડી)

જિંદગી જીવવા જેવી લાગી

એક દિ અચાનક જીવનના સરવાળા ને બાદબાકી કરી જોયાં.
શું હતું સારું અને શું ખરાબ નો તફાવત શોધી જોયો.
કહેવાય છે મિત્રો વિનાનું જીવન નકામું છે,
છતાંય મિત્રોની છણાવટ કરી જોઈ
મારી તકલીફ મા ખુશ થનાર મિત્રોની બનાવી યાદી,
પછી  કરી દીધી તે તમામની બાદબાકી,
પરિણામ, હવે જિંદગી જીવવા જેવી લાગી.

(પંકજદાંડી)

કોણ મારી સાથે છે અને કોણ વિરુદ્ધ.

મેં અનુભવ્યું છે નસીબને પણ પરિવર્તન ની આદત છે.
અને પરિવર્તન બાદ બેક મીરરમાં જોવાનું એને ગમે છે.
જયારે મારો સમય સારો હતો, મેં મઝા કરી, ઊડ્યો નો'તો.
જયારે મારો સમય ખરાબ હતો, મેં ધીરજ ધરી, હાર્યો નો'તો.
પ્રભુની કૃપા, આપણી ધીરજ અને મહેનત રંગ લાવે છે જરૂર.

હું તો વિચારતો નથી કે કોણ મારી સાથે છે અને કોણ વિરુદ્ધ.

દાદા આજે શું લાવ્યા

મોડી રાતે ઘરે રિટર્ન થાઉં છું,
ડોર મારુ જાતે જ ઉઘાડું છું.
ક્યારેક જાગતી હોય છે આર્યા,  
પૂછે 'દાદા આજે શું લાવ્યા ?'
હોઉં છું તો થાકી ને ઠૂસ,
પણ એના સવાલ થી થઇ જાઉં છું ખુશ.

(પંકજદાંડી)

ક્યારેક મેં પણ કર્યું છે


નાની આર્યા જે કરે, એ જ ક્યારેક મેં પણ કર્યું છે.
ગમતી વસ્તુ ખરીદવાની જીદ મેં પણ કરી છે.  
ન જો મળે વસ્તુ, તો જોર જોર થી રડયો છું.
બા નું ખિસ્સું હળવું કરાવી, જીદ પુરી કરી છે.  
ખાદી, સિલ્ક અને બાફ્ટા નું કાપડ મંગાવી
હાફ પેન્ટ અને શર્ટ દાદા પાસે સીવડાવ્યાં છે.
બેટ, બોલ, ભમરડો ને પતંગ, વારે વારે  મંગાવ્યાં છે.
પરંતુ હવે પરિસ્થતિ ઘણી બદલાઈ ગઈ છે.
મોન્ટ્રિઅલ માં જિંદગી સલવાય ગઈ છે.
બા ને યાદ કરું છું ને સાથે જીવવા માંગુ છું,
પણ હવે જીદ પુરી થતી નથી, બા અહીં આવી શકતી નથી...


(પંકજદાંડી)