નાની આર્યા
જે કરે, એ જ ક્યારેક મેં પણ કર્યું છે.
ગમતી વસ્તુ
ખરીદવાની જીદ મેં પણ કરી છે.
ન જો મળે
વસ્તુ, તો જોર જોર થી રડયો છું.
બા નું
ખિસ્સું હળવું કરાવી, જીદ પુરી કરી છે.
ખાદી, સિલ્ક અને
બાફ્ટા નું કાપડ મંગાવી
હાફ પેન્ટ
અને શર્ટ દાદા પાસે સીવડાવ્યાં છે.
બેટ, બોલ, ભમરડો ને
પતંગ, વારે
વારે મંગાવ્યાં છે.
પરંતુ હવે
પરિસ્થતિ ઘણી બદલાઈ ગઈ છે.
મોન્ટ્રિઅલ
માં જિંદગી સલવાય ગઈ છે.
બા ને યાદ
કરું છું ને સાથે જીવવા માંગુ છું,
પણ હવે જીદ
પુરી થતી નથી, બા
અહીં આવી શકતી નથી...
(પંકજદાંડી)
No comments:
Post a Comment