આંગળી અડાડીએ હવે
આવ
મોન્ટ્રિઅલના બાગમાં ફરી ફૂલ ઉગાડીએ,
લાવ ટોરોન્ટોના
પ્લાન્ટ, આપણીજ
શોભા વધારીએ.
અસ્તિત્વ તો
તારું ને મારુ આમજ ઓગાળી જશે,
માંડ માંડ તક
મળી છે હવે દિલની ક્ષુધા બુઝવીએ.
આપણા જ
દોસ્તો આપણી દોસ્તી નહિ સ્વીકારશે હવે,
આપણી દોસ્તી
વિષે આપણે જ અફવા ઉડાડીએ હવે.
ઊંચકાય રહ્યો
છે ગોવર્ધન આપણી મૈત્રીનો,
ચાલ ઝડપથી
આંગળી અડાડીએ હવે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment