હરતાં ફરતાં મોન્ટ્રિઅલમાં
એક દોસ્તની યાદ આવી ગઈ,
હતો સમય ને
હતો એક દોસ્ત,
મને યાદ દાંડીની આવી ગઈ.
દૂર હતા દેશી
બાવળ ને દાતણ કાપવા જતા હતા,
ટાઇગર નામના
કૂતરાને સાથ સંગાથે રાખતા હતા.
ખાટાં, મીઠાં ચણી બોર ને આમલી સુધ્ધાં ખાધી હતી.
ઊંધિયા સાથે
તપેલી ભરીને છાશ અમે પીધી હતી.
પ્રકાશ કહું
કે કહું પકો, પંકજની
જોડી જામી હતી,
ગૌતમ, દિલીપ ને
સઘળા દોસ્ત, મઝા
ખુબ કરી હતી
હવે છે સમય
જુદો ને દોસ્તની ન્યુઝીલેન્ડ દૂરી થઇ ગઈ,
હરતાં ફરતાં
મોન્ટ્રિઅલમાં મને દાંડીની યાદ આવી ગઈ.
No comments:
Post a Comment