કેટલો તે લવ અમે કરીએ ઓ રાધિકા,
કેટલો તે લવ અમે કરીએ,
બોલ અમે કાનજીને કેમ કરી પામીએ ?
બંસીના સુર એના વહે છે એફ એમ પર,
ડ્રાઈવિંગ કરતાં એને માણીએ,
બોલ અમે કાનજીને કેમ કરી પામીએ ?
જમનાના જળ હવે ઝેરી બન્યાં છે,
ગંગાની તો શી વાત કરીએ,
બોલ અમે કાનજીને કેમ કરી પામીએ ?
દ્વારિકા ડૂબી ને ઉજ્જડ છે વૃંદાવન,
હવે સોમનાથને સાચવીએ,
બોલ અમે કાનજીને કેમ કરી પામીએ ?
(પંકજદાંડી)
No comments:
Post a Comment