ગોપી કહે છે 'ગુડ મોર્નીગ'
ને કાન હવે તો જાગો,
તમે અમારા મોન્ટ્રીઅલમાં મોરલી થઈને વાગો.
ચાલો રમવા ક્રિકેટ આજે વેધર સારું લાગે,
બોલ બેટ પણ સંગ તમારી બંસી જેવાં લાગે.
તમે અમારા ફેસબુકમાં મિત્ર બનીને આવો,
પછી અમારા લેપટોપમાં વાંસળી થઈને વાગો.
મોન્ટ્રીઅલમાં હરશું ફરશું, ગીત મધુરાં ગાશું,
પાર્કની અંદર,
કોર્નર બેન્ચ પર વાત લવલી કરશું,
પેપ્સી નહિ તો કોક સાથે ફ્રેન્ચ ફ્રાય આરોગો,
પછી અમારા મંદિરમાં સ્મિત વદને બિરાજો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment