સેવન્ટીઝમાં સ્વપ્ન બનીને આવી હતી,
મને ભુલભુલામણીમાં નાખી ગઈ,
હું હજુ શાયરીઓ વાળા પ્રેમપત્રો લખતો રહ્યો,
ને તું તો પરણીને કેનેડા ય આવી ગઈ.
ત્રણ દિવસ પહેલાં અચાનક ...... બેતાલીસ વરસ પછી,
મારા જ ઘરે પાર્ટીમાં, સૌથી પહેલી આવીને
‘બિન બુલાયે મહેમાન’ વાળી સરપ્રાઈઝ દઈ ગઈ.
‘એકવાર જરૂર ફરી
મળીશ’ વાળી પ્રોમિસ નિભાવી ગઈ
'સી યુ અગેઇન' કહીને ટોરોન્ટો રિટર્ન થઇ ગઈ.
હવે મારા બ્રોકન હાર્ટનું દર્દ બતાવું તો કોને ?
જસ્ટ 'હેલો-હાય' કહીને તું ખુદ 'ગુડ બાય' થઇ ગઈ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment