Monday, February 27, 2017

ત્યારથી રહ્યો છું ચૂપ



છોડયું છે જ્યારથી વૃંદાવન, 
ત્યારથી રહ્યો છું ચૂપ,
પણ સાચું કહું છું રાધા, 
મને ગમતું'તું તારું જ રૂપ.
નથી વગાડતો મોરલી હવે, 
ને નથી રમતો રાસ,
પણ સાચું કહું છું રાધા, 
મને ગમતો તારો જ સહવાસ.
મીઠી મીઠી યાદોની, 
સુગંધ વળે છે વીંટળાય
પણ સાચું કહું છું રાધા, 
મને ખોટ તારી વરતાય.
વૃંદાવનથી વોટ્સ એપ તો 
ઢગલાબંધ આવે,
પણ સાચું કહું છું રાધા, 
મને સપનામાં હજુ ય તું સતાવે.
(પંકજદાંડી)


No comments:

Post a Comment