જીભ પર મીઠા બોલ રાખું છું, દિલ સાફ અને નેક રાખું છું,
નવા વરસની નવી સવારે, સૌને શુભેચ્છા પાઠવું છું.
હેપ્પી ન્યુ ઈયર વીશ કરવામાં, કોઈ દોસ્તને ભુલતો નથી,
માવતર ને માતૃભૂમિના ચરણોમાં, વંદન કરવાનું ચૂકતો નથી.
રિસાયકલને વેલકમ અને પોલીથિનને બાય બાય કહીશ,
નોનપોલ્યુટેડ ઇલેક્ટ્રિક કારનો ઝડપથી ઇન્તજામ કરીશ.
વન છે ધરતીની ગરદન, તેના પર કરવત નહીં ચલાવીશ,
પશુ, પ્રાણી, હવા ને પર્યાવરણ,
આજથી હવે હું જ બચાવીશ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment