ચેટીંગથી લઈશું કામ
ચેટીંગથી લઈશું કામ, કોલ
હવે કરવા નથી,
રૂપાળું છે તારું નામ,
મોં થી હવે બોલવું નથી.
ચેટીંગથી લઈશું કામ.
યૌવનમાં એક કર્યું ‘તું
ગાંડપણ
કેવું ખોયું ઇનામ
કોઈને હવે કહેવું નથી
ચેટીંગથી લઈશું કામ હવે
કોલ કરવા નથી.
પૂછો ના એ
ખેલ, સસ્તો કે મોંઘો
મિત્રો
ચૂકવી દીધા છે
એના દંડ, હવે બોલવું
નથી
ચેટીંગથી લઈશું કામ હવે
કોલ કરવા નથી.
ઓહ ગોડ ! એ
હવે પારકી થઇ ગઈ,
‘કાશ મારી થઇ
હોત !’ એવું હવે કહેવું
નથી
ચેટીંગથી લઈશું કામ હવે
કોલ કરવા નથી
રૂપાળું છે તારું નામ
હવે મોં થી બોલવું
નથી.
(પંકજદાંડી)
No comments:
Post a Comment