ગાર્ડા કોલેજની ઓર
ગાર્ડા કોલેજની ઓર ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.
ગાયાં ફિલમના ગીત, ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.
ટી શર્ટ, જીન્સ છે ફાંકડું ને પર્સ મખમલી,
સ્વીચ
ઓફ મારો સેલફોન તોયે વાગે
રીંગટોન કોની ?
ક્લાસમાં ગાજે સીટીના શોર,
ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.
ગાર્ડા કોલેજની ઓર ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.
વધી વધી જાય મારા હૃદયાના ધબકાર,
સઘળી નજરો મારા પર, જાણે જગત બન્યું પડકાર.
છાનો નથી રે મારો વહાલ…
ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ.
ગુલ્લી મારી ભાગું હું મુવી જોઉં કોઈવાર,
કેન્ટીન બેસી ચાની ચૂસકી મારું
દશબાર
નો'તો
ભણવામાં મને રસ
ભણવા ગ્યા'તાં ભણવા,
ભણતાં રે શોધ્યો બોયફ્રેન્ડ
(પંકજદાંડી)
No comments:
Post a Comment