Saturday, March 12, 2016

સો વાતની એક વાત

સો વાતની એક વાત, 
મારી નાહિંમતની કરું હું વાત.
લખી પ્રેમપત્ર માં  દિલ ની વાત, 
કરી પ્રણય ની શરૂઆત.

પછી ......???

હિંમત મારી ચાલી નહીં, 
પત્રની ડીલીવરી કરી નહીં.
કહાણી શરુ થઇ શકી જ નહીં, 
તું મારા નસીબમાં હતી જ નહીં.

પછી ......???

આપણે કોકના શિકાર થયાં,
 આપણા ભાગ્ય ન ભેળાં થયાં
હવે તો આપણાય પચાસ પ્લસ થયાં,
  ને હજુય ભાગ્યને કોસતાં રહ્યાં

 (પંકજદાંડી)

No comments:

Post a Comment