આવજો આવજો
ભૂલાય ગયું
અને ટાટા બાય બાય
બોલાય ગયું
ફરી મળીશું હવાય ગયું
ને સી યુ અગેઇન કહેવાય ગયું.
પંદર પૈસાનો પોસ્ટકાર્ડ
અને પાંચ દિવસની વાર
હવે ભાઈ,
મફતમાં મેસેજ
અને સેકંડમાં સમાચાર.
જમાનો ઝડપી થઇ ગયો,
ફૂડ પણ ફાસ્ટ થઇ ગયું ,
બોટલનું ‘કોક’ ટીનમાં મળતું થઇ ગયું.
ગઈ આકાશવાણી ને ગયું દૂરદર્શન
હવેતો
થાય છે ભગવાનના ય ઓન લાઈન દર્શન.
નમસ્તે
ક્યાંક નમી ગયું ને હેલો હાય ગમી ગયું.
કેમ
માની લે સંતોષ પંકજ, જે થયું તે સારું થયું ?????
(પંકજદાંડી)
No comments:
Post a Comment