Friday, April 15, 2016

મિલનમાં મઝા ન હશે

પ્રેમના અંકુર ફૂટ્યા હતા, 
પાંગરવા પહેલાંજ તૂટ્યા હતા
 આજે જે કંઈ લખું છું તેના ખ્યાલ
વર્ષો પહેલાં આવ્યા હતા

સ્વાગત છે તારું  ‘ફેસબૂકે’ અને ‘વોટ્સ એપે’,
લાંબા ‘ઈ- મેલ’ માં કરું લખાણ ભરપેટે.
તને યાદ કરું ને મોરપંખે ઉડતી ભાળું
સરોવર માં  હંસ સંગે તરતી ભાળું
તારું સ્મરણ તો તારાથીય પ્યારું.

મિલનમાં મઝા ન હશે, 
મઝા તો છે તારી યાદ માં
મળ્યા વિનાજ મુલાકાત કરીએ, 
સોશિયલ મીડિયાના રાજમાં

(પંકજદાંડી)


No comments:

Post a Comment