Friday, April 22, 2016

પ્રેમનો સોદો


તું દૂર હતી એવું તો હતું જ નહીં,
આતો મને કશું સુઝતું જ નો'તું

ન હિંમત ચાલી, ન ડર ગયો,
ન હોઠ ખુલ્યા, ન બોલ ફૂટ્યા

અરે ! દુશ્મનો પણ કોઈ નો'તા,
ને તારો ભાઈ તો મારો મિત્ર હતો.

કોણે કહ્યું લવ નો ધબકાર નો'તો ?
હું તો ગાંડો, એ ધબકારજ દાબીને બેઠો.

મારાપહેલા  પ્રેમનો સોદો થયોજ  નો'તો
ને કોક બીજું  મને આમજ મળી ગયું.


(પંકજદાંડી)

No comments:

Post a Comment