મધુરમ 17
એકબાજુ ’મોટેલ
મધુ’ વેચાઈ ગઈ, બીજી બાજુ સ્નેહા અને
નીલ તથા બાળકોએ ડિજિટલ દુનિયાના બિઝનેસમાં ઝંપલાવ્યું. હવે મધુ અને મહેશભાઈ તથા
ઇલાબહેન અને અરવિંદભાઈ ફરજીયાત રિટાયર્ડ લાઈફ જીવવા માટે તૈયાર થઇ ગયા.
મધુ અને મહેશભાઈ
જયારે માયામીનો કારોબાર સંકેલીને મોન્ટ્રિઅલ પરત થયેલાં ત્યારે માયામી અને
મોન્ટ્રિઅલ બંને એરપોર્ટ ઉપર મધુની કડક તાપસ થયેલી. હવે મધુએ જ્યાં પણ જાય ત્યાં
કડક તપાસમાંથી પસાર થવું પડશે એ નક્કી થઇ ગયું. કારણ
પાસપોર્ટના બારકોડ બધી જ ઇન્ફોરમેશન આપી દે છે.
ઈલાબહેનની તબિયત
બગડતી જાય છે. દવાઓ પણ હવે વધારે અસર કરતી નથી. આખું શરીર લગભગ લકવાગ્રસ્ત થઇ ગયું
છે. ઈલાબહેનનું અંતરમન હવે મૃત્યુ ઈચ્છે છે. મધુ ખુબ સેવા કરે છે, છતાં
હવે ઈલાબહેનને મધુની સેવા લેવાનું ગમતું નથી. ઇલાબહેને ઇન્ડિયા જઈને પ્રાણ ત્યાગવા
છે.
ઈલાબહેનની અંતિમ
ઈચ્છા મુજબ તેમને લઈને અરવીંદભાઈ તથા મધુ અને મહેશભાઈ ઇન્ડિયા આવ્યાં. વધુ ત્રણ
વાર મોન્ટ્રિઅલ,
પેરિસ અને મુંબઈ એરપોર્ટ ઉપર મધુની અલગથી તપાસ થઇ. મુંબઈમાં તો એક
હજાર ડોલરની લાંચ આપવી પડી.
ગામમાં આવ્યા પછી
અગિયારમા દિવસે ઇલાબહેને અંતિમ શ્વાસ લીધા. તેમની અંતિમ ક્રિયાઓ પતાવી બાકીનાં ત્રણ, મહિના પછી પાછા
મોન્ટ્રિઅલ પરત થયા. વધુ એક વાર મધુએ એરપોર્ટ ઉપર અગ્નિપરીક્ષા આપવી પડી.
હવે મધુએ મન બનાવી
લીધું છે,
કેનેડાની બહાર પગ ન મુકવાનું. બસ કેનેડા એ જ મધુનો દેશ. હવે અંતિમ
શ્વાસ અહીં જ લેવાશે. એરપોર્ટ ઉપરની અગ્નિપરીક્ષાઓ અસહ્ય અને માનસિક યાતના
અપાવનારી હોય છે.
ઘણા વખત પછી આજે
અચાનક મધુને પંકજની યાદ આવી. પંકજને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યો. જુલાઈ મહિનાની
મેઘલી સાંજે બાર્બેક્યૂની મઝા માણતાં માણતાં મધુએ પંકજને
કહ્યું;
"તેં મારી જીવનકથા લખી નાખી. હવે મધુ થાકી ગઈ છે. પણ મારે
અત્યારથી મરવું નથી. મારા જીવનનું રાજુ ઉર્ફે રફીક ઉર્ફે રિઝવાન વાળું રહસ્ય હું
અને તું બે જ જાણીએ છીએ. પણ આ રહસ્ય તેં મારી જીવનકથાના સ્વરૂપમાં જગત સમક્ષ મૂકી
દીધું છે. ગમે ત્યારે મહેશ, અરવિંદભાઈ, સ્નેહા, નીલ સહીત મારાં સ્વજનો સમક્ષ એ આવશે એ નક્કી
છે હવે મારે શું કરવું ?"
"મધુ, તારા આરાધ્યદેવ કૃષ્ણને યાદ કર. એમના કર્મના સિદ્ધાંતને યાદ કર. કર્મનો
સિદ્ધાંત સ્પષ્ટ કહે છે કે, તમારે તમે કરેલાં કર્મોનું ફળ
ભોગવવાનું જ છે. તેં રાજુ ઉર્ફે રફીક ને
પ્રેમ કર્યો. તેને ઓળખ્યા પારખ્યા વગર. ખરાબ વ્યક્તિને પ્રેમ કરવો એ પણ ગુનો ગણાય.
હવે એની સજા તારે ભોગવવાની જ છે. ખરેખર તો તેં સજા ભોગવી લીધી છે. બસ હવે દ્રૌપદી
મટીને મીરાં બની જા. રાધા બનવાનું તો હવે શક્ય જ નથી. તેં હંમેશાં દ્રૌપદીની જેમ
યાચના કરી છે. તારી મુશ્કેલીઓ તારા આરાધ્યદેવે દૂર પણ કરી છે. રાધાએ જે ગોકુળમાં
રહીને રાસમાંથી મેળવ્યું, તે જ મીરાં એ મહેલમાં રહીને
ભજનમાંથી મેળવ્યું. તું પણ આધુનિક રીતે કૃષ્ણને પામવાનો પ્રયત્ન કર." પંકજે
ફિલોસોફી વાળો જવાબ આપ્યો.
“આપણો સમાજ પુરુષપ્રધાન છે. આથી
સ્ત્રીઓની જ હંમેશાં કસોટી થઇ છે. માતા સીતાનું અપહરણ રાવણે કર્યું પણ
અગ્નિપરીક્ષા સીતાની જ થઇ. અને તે પછી પણ વનવાસ સહેવો પડયો. મત્સ્યવેધન
કરી અર્જુન દ્રૌપદીને જીત્યો છતાં પાંચ ભાઈઓને ભાગે તે વહેંચાઈ. કોઈએ પોતાનો ભાગ
છોડયો નહીં. ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિરે પણ નહીં. અહલ્યા સાથે
કપટ ઇન્દ્રે કર્યું અને પથ્થર બનવાનું અહલ્યાને ભાગે આવ્યું. હરિશ્ચંદ્ર વાળી તારામતીની
એક માતા તરીકેની વ્યથા ક્યાં અજાણી છે ! મંદોદરી એકલા
રાવણની હતી, જયારે રાવણ પાસે અનેક સ્ત્રીઓ હતી.” પંકજે દાખલા
આપીને મધુના મનદુઃખને હળવું કરવાનો પ્રયત્ન કર્યો.
“હું કવિતા લખું છું, મારા પોતાના આનંદ માટે. ફેસબુક અને વોટ્સએપ પર પોષ્ટ કરું છું. કોણ અને
કેટલા લોકો વાંચે છે તેની દરકાર નથી કરતો. હવે આપણે આપણા માટે જીવવાનું છે. બીજા
લોકો શું કહેશે તેની પરવા નથી કરવાની. મારી જાતને મેં સિક્સટીન ઉપર ફિક્સ કરી દીધી
છે. હું મનથી સોળ વરસનો જ રહુ છું. મઝા માણું છું, કૃષ્ણનાં
અને પ્રેમનાં ગીતો લખવાની. ફ્લર્ટ કરું છું એકલો એકલો, બિન્દાસ્ત
બનીને. તું પણ આવું કઈંક કરી જો.” પંકજે સલાહના
સ્વરૂપમાં પોતાની કહાણી ટૂંકમાં જણાવી.
મધુને પંકજની સલાહ
ગમી. આમ પણ એ સાહિત્યની દીકરી હતી. પણ એણે પંકજને વિનંતી કરી અબ ઘડી મારે માટે એક
કવિતા બનાવ. તારી કવિતા મારે માટે મોટિવેશન બનશે.
પંકજ કંઈ શીઘ્ર કવિ
નથી છતાં એણે પ્રયત્ન કર્યો. એક પેપર અને પેન લઈએક લાંબુ વાક્ય કવિતા સ્વારૂપમાં લખ્યું
:
એકવીસમી સદીના
પ્રારંભના દિવસે,
ચુમ્માલીસ વરસની
ઉંમરે,
કેનેડાની ધરતી પર પગ
મૂકીને,
મોન્ટ્રિઅલ થી માયામી
સુધી,
બિઝનેસનો ઝંડો
ફરકાવનાર,
ચતુર,ચપળ,
હોંશિયાર, મહેનતુ,
જાજરમાન અને જિંદાદિલ
સુંદર, સુશીલ,
હસમુખ,
હેતાળ, પ્રેમાળ
અને સમજદાર
પ્રતિભાશાળી વ્યક્તિત્વ
ધરાવનાર
કોળી પટેલ, બિઝનેસ પર્સનાલિટીનું
નામ મધુ છે.
મધુને આ રચના ખુબ
ગમી. કોઈ કોળી પટેલનું નામ ગૌરવ સાથે લેવાયું હોય એવો ભાવ જાગ્યો. પહેલીવાર કોઈ
મિત્ર દ્વારા કવિતાના સ્વરૂપમાં મધુના વખાણ થયાં. માત્ર બે મિનિટમાં રચાયેલી રચના
મધુ માટે ખરેખર મોટિવેશન સાબિત થઇ. મહેશભાઈ પણ ખુશ થયા. અરવિંદભાઈએ મરક મરક હસતાં
કહ્યું;
“પંકજની આ જૂની માસ્ટરી છે. એના કોલેજકાળમાં એણે ઘણી રચનાઓ કરી છે.” પછી મહેશભાઈના કાનમાં કહ્યું; “અને તે પૈકી કેટલીક દ્વિઅર્થી.”
“સોરી પંકજ તારો સિક્રેટ જાહેર
કરવા બદલ. પણ તારા મિત્રો પાસેથી મને જાણવા મળેલી આ હકીકત છે.” અરવિંદભાઈએ
આંખ મીચકારતાં કહ્યું.
પછી બિયરના જામ ભરાતા
ગયા અને ચિકનનું બાર્બેક્યૂ ખવાતું ગયું. હસી-મજાક, ગપ્પાં-
ગમ્મત, જ્ઞાન-વિજ્ઞાન અને ગામ-ગપાટા બાદ મોડી
રાતે પંકજની ઘર વાપસી થઇ.
બીજા દિવસે સવારે
ફેસબુકના પેજ ઉપર મધુની પ્રથમ કૃષ્ણ કવિતા ઝબકી......
હે
સખા !
મને
ખાતરી છે કે,
આ
જગતમાંથી હું વહેલી વિદાય થવાની નથી.
મારે
જીવવું છે મારે માટે, અને તે પણ આંનદથી
પણ
મારી અંતિમ ક્ષણે હું માત્ર એટલું જ કહીશ,
તારા
જ્ઞાન રૂપી પ્રકાશના મહાસાગરમાં પુસ્તકોને સહારે
ડૂબકી
લગાવવાનો ચાન્સ મને મળ્યો છે.
જીવનપર્યંત
મને તારો આધાર મળ્યો છે.
તારું
સુક્ષ્મદર્શન પામીને જ હું ધન્ય બની છું.
તારો
વારંવાર મળેલો સહારો
મારા
સમગ્ર જીવનનું ભાથું છે.
તને
માનવ સ્વરૂપે મેળવવાનું તો શક્ય જ ન હતું,
પણ અંતરમન સખા સ્વરૂપે પામીને હું ધન્ય બની.
મારા
જીવનની આખરી પળે
મારી
જિહવા પર તારું નામ જ હોય
એ જ
મારી અંતિમ યાચના છે.
લિ. તારી સખી મધુ.
અને મધુની કવિતાને લાઈક કરી કોમેન્ટમાં 'well done. Keep it up’ લખીને અહીંથી
આ વાર્તાના લેખક, પંકજ પટેલે, વાર્તાને અંતિમ વિરામ આપ્યો.
પંકજ પટેલ (દાંડી).