મધુરમ 11
કાર અકસ્માતમાં ઘવાયા
બાદ માયામી,
ફ્લોરિડા ખાતેની મોટેલના મેનેજર પટેલથી હજુ એકાદ વરસ સુધી ઘર બહાર
પણ નીકળી શકાય એવું લાગતું ન હતું. તેમની ગેરહાજરીમાં મોટી ગરબડ ચાલતી હોવાના
સમાચાર મળ્યા. આથી નીલ ત્યાં ગયો. નીલે સ્ટાફમાં મોટા ફેરફાર કરી નાખ્યા. પણ પોતે
અથવા ડેડીએ થોડો સમય અહીં રહેવું જરૂરી છે એવું એને લાગ્યું. ઇલાબેનને તક મળી. એને
મહેશભાઈ અને મધુને ત્યાં મોકલવાનો પ્લાન ઘડાયો.
સ્નેહા, નીલ,
મધુ અને મહેશભાઈ માયામી આવ્યા. મહેશભાઈપાસે મોટેલ મોન્ટ્રિઅલનો છ
મહિનાનો અનુભવ હતો અને મધુનામાં પડકાર ઝીલી લેવાની શક્તિ. સ્નેહા-નીલ એમની જોડે માત્ર બે વીક રોકાયાં. પછી
ન્યુયોર્કમાં એમના એક મિત્રની ઓફિસના ઉદઘાટનમાં હાજર રહેવા તેઓ નીકળી ગયાં. પણ મધુએ ઘણું શીખી લીધું. મોટેલમાં જ રહેવાનું
અને મોટેલ ચલાવવાની.
આજે મંગળવાર, નવમી
સપ્ટેમ્બર, 2001ની ખુશનુમા સવાર છે. ગઈ કાલે રાતે સ્નેહા અને
નીલની જોડી ન્યુયોર્ક ગઈ છે. અને આજથી મધુ અને મહેશભાઈએ 'મોટેલ
મધુ' ને રન કરવાની છે. તેઓ બંને
વહેલી સવારથી ઉઠી ગયાં છે. નવી જવાબદારીનું ભારણ છે. મધુએ ફ્રેશ થવા ટી.વી. ઓન
કર્યું. મહેશભાઈને ન્યુઝમાં વધુ રસ પડે આથી ન્યુઝ ચેનલ ચાલુ કરી. ન્યુયોર્કના
ટ્વીન ટાવરમાં કોક પ્લેન ઘુસી જવાના સમાચાર બતાવાય રહ્યા હતા.
મહેશભાઈને તરત જ
ખ્યાલ આવી ગયો કે આ એ જ ટ્વિન ટાવર છે
જયાં સ્નેહા અને નીલે આજે પહોંચવાનું છે. સવારે સાડા દસ પછી એમના મિત્રની ઓફિસનું
ઉદ્ઘાટન થવાનું છે. મહેશભાઈને સ્નેહા-નીલની ચિંતા થઇ. એમનું બ્લડ
પ્રેશર અચાનક ઘટી ગયું. તેઓ મધુને શું કહેવું તે વિચારવા લાગ્યા. પણ પછી હિંમત
ભેગી કરીને મધુને સમાચાર ધ્યાનથી જોવા કહ્યું. હવે મધુને પણ ખ્યાલ આવી ગયો. મધુ
રડું રડું થઇ પડી. ત્યાં તેનો સેલફોન રણક્યો. સામે સ્નેહા હતી. એમણે પોતાની નજરે એ
અકસ્માત જોયો હતો. મધુ માટે સૌથી મોટા સમાચાર એ હતા કે સ્નેહા-નીલની જોડી સલામત
હતી.
માત્ર ત્રણ વર્ષમાં એ
મોટેલ ધમધોકાર ચાલતી થઇ ગઈ. મધુ બધાને ગમતી. અને નીલને તો ખાસ. એ કહેતો. "મોમ
ઇઝ આ રિયલ બિઝનેસ વુમન." પણ એ વાત ઇલાબેનને ખટકતી. એને થતું મેં આખી જિંદગી
મોટેલનો ઢસરડો વેઠયો અને આ મધલી વટ પાડી જાય છે.
કેટલાંક કપલ માત્ર
મઝા કરવા મોટેલમાં આવે. એકાદ બે કલાકમાં જતાં રહે. એમની સાથે કેશમાં વ્યવહાર થાય.
આ સીધી નોનટેક્ષેબલ આવક ગણાય. આમાં કમાણી પણ થાય
સ્નેહા પ્રેગનન્ટ હતી
આથી મધુ બે વાર મોન્ટ્રિઅલ આવી ગઈ પણ બબ્બે દિવસ રોકાઈને પરત થઇ જવું પડયું.
માત્ર રિષભના જન્મ વેળા તે એક વીક રહી.
મધુ એકલી મોટેલ
સાંભળે તેના બે વર્ષ થયાં. સ્નેહાનો દીકરો પણ દોઢ વર્ષનો થઇ ગયો. ત્રણે ત્રણ મોટેલ
સરસ ચાલતી હતી. તેમાંયે ‘મોટેલ મધુ’નો બિઝનેસ
સૌથી વધારે હતો. નીલે મધુને બિઝનેસ પાર્ટનર બનાવી દીધી. હવે તેનો મોભો અને વટ બંને
વધ્યાં.
કેનેડિયન સિટિઝનશીપ
લેવાની હોવાથી મધુ અને મહેશભાઈ ત્રણ વરસ પાછાં મોન્ટ્રિઅલમાં રહ્યાં. અહીં પણ મધુએ
જ બબ્બે મોટેલનો કારભાર સંભાળ્યો. મહેશભાઈ અને અરવિંદભાઈ સુધ્ધાં તેના આસિસ્ટન્ટ
બની રહ્યા.
સ્નેહાનો દીકરો રીષભ
અને નાની દીકરી રીયાને સાચવવાની જવાબદારી ઇલાબહેન ઉપર આવી પડી. કેનેડામાં બાળકોને
સાચવવાનું કામ ઇન્ડિયાની સરખામણીએ ઘણું અઘરું હોય છે. જેમ જેમ બાળકોનું તોફાન
વધતું જાય તેમ તેમ ઈલાબહેનના મનમાં મધુ પ્રત્યે અણગમો વધતો જાય. હવે અણગમા એ નફરત
નું રૂપ લેવાનું શરુ કર્યું.
ઇલાબેનની મધુ
પ્રત્યેની નફરત,
અણગમા અને અદેખાઈના પરિણામ સ્વરૂપ વધુ એક વાર મધુ અને મહેશભાઈને માયામી
રવાના કરવામાં આવ્યાં.
મધુ અને મહેશભાઇની
કામ પ્રત્યેની વફાદારી, સમજદારી અને ચીવટને કારણે ‘મોટેલ મધુ’ માયામીની સૌથી પ્રખ્યાત મોટેલ બની ગઈ.
છેલ્લા થોડા દિવસથી
મધુના પપ્પાની તબીયત બગડી હતી. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પહેલાં નવસારી ગોહિલ
હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ ડોક્ટરોના જણાવ્યા મુજબ એમની બંને કીડનીઓ બરાબર
કામ કરતી ન હતી. આથી સુરત ખાતે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મધુ ફોન
દ્વારા મમ્મી જોડે સતત સંપર્કમાં રહેતી હતી. પપ્પા હવે મધુને છેલ્લીવાર જોવા માંગે
છે એવું જયારે મમ્મીએ જણાવ્યું ત્યારે મધુના શરીરમાં કંપારી છૂટી ગઈ. હવે પપ્પા
કદાચ લાબું નહીં ખેંચી શકે એવું વિચારી મહેશભાઈ અને મધુએ તે જ દિવસે ઇન્ડિયાની
ફ્લાઇટ પકડી.
મુંબઈથી એમની કાર
સીધી સુરત પહોંચી. ઝડપભેર મધુ અને મહેશભાઈ હોસ્પિટલની લિફ્ટની રાહ જોયા વિના બે
માળના પગથિયાં ચડી ગયાં. પપ્પાનું શરીર એકદમ પાતળું થઇ ગયેલું. માંડ માંડ મધુ
એટલું બોલ્યા. પછી મહેશભાઈના હાથ અને
મધુના હાથ ને માંડ સ્પર્શ કર્યો ન કર્યો ને સદાને માટે આંખો બંધ કરી દીધી.
"પપ્પા તમે મારી જ રાહ
જોતા હતા?" આટલું
બોલી મધુ રડી પડી. ત્યાં ભાઈ કિરણ, ભાભી હંસા તથા બહેન
જ્યોતિ, બનેવી કાંતિભાઈ
સહિત ઘણા લોકો હતા. સવારે સાડા દસ વાગે નવીનભાઈનું શબ લઈને શબવાહિની ગામમાં
આવી. આખા ગામમાં આ અશુભ સમાચાર ફરી વળ્યા હતા. પુરુષવર્ગ ઘરની બહાર અંતિમવિધિ
માટેની ચર્ચા કરતો હતો અને સ્ત્રી વર્ગ ઘરમાં રોક્કળ કરતો હતો તે દરમ્યાન નીલાબહેન
અચાનક ઢળી પડયાં. ડોક્ટર રમણભાઈ વૈદ્ય ત્યાં જ હાજર હતા, તેમણે
તપાસીને નીલાબહેનને પણ મૃત જાહેર કર્યાં. નીલાબહેન પણ પતિ નવીનભાઈની માફક લાંબા
સમયથી ‘હાઈ બ્લડ પ્રેશર’ની બીમારીથી
પીડાતાં હતાં. એમના બંનેના એક જ ડોક્ટર હતા રાજેશ મિસ્ત્રી.
ગામમાંથી એક વયોવૃદ્ધ
શિક્ષક દંપતિએ વિદાય લીધી એનું દુઃખ એમના વિદ્યાર્થી આલમમાં જોવા મળતું હતું.
ગામના લગભગ તમામ પુરુષો આ યુગલના વિદ્યાર્થીઓ હતા. એમની ભવ્ય
શ્મશાનયાત્રા નીકળી. બંનેને વિરાવળ ખાતે પૂર્ણા નદીને કિનારે અગ્નિદાહ દેવાયો. અને
લૌકિક રિવાજો પતાવીને મધુ અને મહેશભાઈએ મિયામી પરત થવા માટે મુંબઈની વાટ પકડી.
આજે એમણે મુંબઈમાં એક
પ્રોપર્ટી ખરીદવા માટે કોક એજન્ટને હોટેલ તાજમાં મળવાનું હતું. મામલો આઠ કરોડ
રૂપિયાનો હતો. તેઓ હોટેલની લોન્જમાં એજન્ટ સાથે હજુ તો માંડ શેક હેન્ડ કર્યા ત્યાં
તો ગોળીબારના અવાજો આવવા લાગ્યા. મહેશભાઈ અને મધુને લાગ્યું કે એજન્ટે એમની
હત્યાનું કાવતરું કર્યું લાગે છે. આથી બંને જણ ત્યાંથી ભાગ્યાં. ભાગતાં ભાગતાં એક
ગોળી મહેશભાઈના કાન પાસેથી પસાર થઇ ગઈ. પણ તેઓ બચી ગયા. અને બંને જણ હોટેલની બહાર
નીકળીને પણ દોડતાં જ રહયાં.
એમનો સામાન કારમાં
હતો અને કાર પાર્કિંગ લોટમાં હતી. કોક પોલીસે એમને અટકાવ્યાં. ઘણા સમય બાદ ખબર પડી
કે મુંબઈ ઉપર ત્રાસવાદી હુમલો થયો છે અને તેમાંથી તેઓ હાલ પુરતાં તો બચી ગયાં છે.
પરંતુ કેતનનો પત્તો લાગતો ન હતો.
છેક સાંજે છ વાગ્યા
પછી કેતન જડયો. એ પણ જીવ બચાવવા ભાગી છૂટ્યો હતો. આખી હોટેલને પોલીસે કોર્ડન કરી
લીધી હતી. ખુબ વિનંતી પછી પોલીસે થોડીક કાર ખસેડવાની પરવાનગી આપી. દિલ્હીથી
લશ્કરના કમાન્ડો આવી રહ્યા હોવાની વાત પણ જાણવા મળી. સદનસીબે મધુ અને મહેશભાઈ રાતે
સમયસર એરપોર્ટ પહોંચી શક્યાં અને મિયામી માટે ફ્લાઇટ પકડી શક્યાં.
No comments:
Post a Comment