મારુ ઘર યાદ આવે
દાંડીનું નામ આવે ને મારુ ઘર યાદ આવે,
દરિયામાં ડૂબતા સુરજમાંથી સ્નેહની સુગંધ આવે.
રાગડો તાણીને ગાતો તે મુકેશના ગીતો સાથે,
વીજળી ગુલ ને રેડિયો ડૂલ થયાનું યાદ આવે.
નથી ઘર, ગામ કે મિત્રો જ શમણામાં સતાવે,
થોડા ખાટા, થોડા મીઠા સબંધો પણ સામે આવે.
ક્યારેક બસમાં મળેલો ચહેરો પણ યાદ આવે,
સ્કૂટર પર આપેલી લિફ્ટ ઉજાગરામાં સતાવે.
મોન્ટ્રિઅલમાં સમય મળે ને મગજમાં વિચાર આવે,
તે જ પંકજ ખુલ્લા દિલે સઘળું કવિતામાં બતાવે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment