આનંદ ક્યાંથી લાવું ?
સફેદ વાળને અવારનવાર કાળા કરું છું
નંબર વાળી આંખ પર ચશ્મા ય લાગવું છું
દાંતનું રૂટ કેનાલ પણ કરાવી દઉં છું.
દોસ્તો !
પરિવર્તન કરવામાં કેનેડિયન બની બેઠો.
ફ્રેન્ચ શીખવામાં ઈંગ્લીશ બગાડી
બેઠો.
મારો તો ‘કાગડાની
હંસ જેવી ચાલ’ વાળો ઘાટ થયો.
હવે તમે જ કહો; શું કરું ?
‘ઈ-વણ’
વાળું દેશી ગુજરાતી ક્યાં બોલું?
અને ઇન્ડિયા વાળો મુક્ત આનંદ ક્યાંથી લાવું?
હું તો ‘હાય’ ‘હેલો’ સાથે ‘કેમ છો’ જ બોલી નાખું.
(પંકજદાંડી)
No comments:
Post a Comment