Saturday, November 30, 2019

કપડામાં વીંટીને કેદ


કપડામાં વીંટીને કેદ
હે મંદિરના શંખ, ઘંટ અને ધજા,
સાચું કહેજો; આવે છે તમને પ્રભુના દરબારમાં મઝા?
 મિસ્ટર દીપકરાય,  તમે તો પ્રગટો જ છો પ્રભુના ચરણોમાં,
એટલે તમને તો પૂછવાનું જ શું ?
બહેન ધજા એની મેળે ફરકતી રહે છે,
હેન્ડી શંખ આરતી ટાણે ફૂંકાતો રહે છે,
પણ ભાઈ ઘંટ, તને તો આવતાં વેંત સૌ કોઈ વગાડે.
ઘંટારવ વિના તો ભોળા ભક્તોનું દેવદર્શન અધૂરું રહી જાય !
સંચાલકોની વિનંતી અને સુચનાને તો ગણકારતા જ નથી.
અને એટલે જ ખાસ પ્રસંગે
અમારે તને કપડામાં વીંટીને કેદ કરવો પડે છે.
આનું જ નામ, પાડાને વાંકે પખાલીને ડામ !
(પંકજદાંડી)

No comments:

Post a Comment