પચીસ વરસ દરમ્યાન પપ્પા, તમે ઘણા યાદ આવતા રહ્યા,
પિતૃત્વમાં તો ઘણા કડક હતા, પણ વાત્સલ્યમાં નંબર એક રહ્યા.
આંગળી પકડી ચાલતાં શીખવ્યું, ને સાચો રાહ બતાવતા રહ્યા,
તમારી જ પ્રતિભા આપી પંકજને, સાચો 'માનવ' બનાવતા રહ્યા.
સમાજ સેવાનું ધ્યેય રાખી, મારો સખત વિરોધ પણ સહેતા રહ્યા,
છતાંય સફળ જીવન જીવવાની, શુદ્ધ કળાઓ શીખવતા રહ્યા.
છે આજે આપના મહેકતા બાગમાં પાંચ ‘પેપા પુષ્પો’ ખીલી રહ્યાં,
અને બા એકલાં તમામને આશીર્વાદ રૂપી પાણી પીવડાવતાં રહ્યાં.
હોસ્પિટલથી જ કશુંય કહ્યા વિના, અચાનક સ્વર્ગે સિધાવી ગયા,
ત્યાંથી દાદા અને વડદાદા બની, આજે પણ આશિષ આપતા રહ્યા.
(પંકજદાંડી)
No comments:
Post a Comment