રીશીની ત્રીજી વર્ષગાંઠ
બા, મારો ખાદીનો કુર્તો ક્યાં છે? મારે આજે ગાંધી બનવું છે,
આર્યા અને પ્રાયન સાથે બેસીને રઘુપતિ રાઘવ ગાવું છે.
વિશાલ અને પાયલ, મને દાતરડું, ખૂરપી ને ટોયગન આપો,
મારે રીષિને ‘જય જવાન જય કિસાન’ શીખવવું છે.
વુડન વોકિંગ સ્ટિક, ઘડિયાળ ને ખાદીની ચાદર શોધવી છે,
બાની ચોથી પેઢીને ‘સત્યના પ્રયોગો’ની વાત કહેવી છે.
મિત્રો, મારે રીષીની ત્રીજી વર્ષગાંઠ
પર ચિંતન કરવું છે,
આજે મારે ત્રણે ટાબરિયાંમાં સંસ્કારનું સિંચન કરવું છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment