Saturday, November 30, 2019

મારી લાડકી દીકરી


મારી લાડકી દીકરી

આખરે વડીલની મહેનત ફળી, દીકરીના લગ્ન ગોઠવાય ગયાં.
માંડવે વરરાજા પોંખાય ગયા, હસ્તમેળાપે સૌ હરખાય ગયા.
પત્યાં કન્યાદાન ને ભોજન સમારંભ,  થયો દાંપત્ય જીવનનો શુભારંભ. 
સૌ મહેમાન પરત થઇ ગયા, ઉધાર બીલો ય ચૂકવાય ગયાં.  
ગુમ લાગતી તમામ વસ્તુઓ મળી ગઈ,
પણ......... વડીલ હજુ કઈં શોધતા હતા.  
કુતુહલ વશ મેં પૂછ્યું; “કઈંક ખોવાયું છે આપનું?” 
સજળ નેત્રે ઉત્તર મળ્યો, "મારી લાડકી દીકરી".
આનંદમાં પણ કેટલી પીડા હશે એ માણસને?
અને હું તાકી રહ્યો બે ભીની થયેલી આંખોને.
(પંકજદાંડી)


No comments:

Post a Comment