આભાર કોનો માનું?
વિચારું છું શું કરું ? અવસર છે સાઠમી
વર્ષગાંઠનો;
તમે જ કહો આભાર કોનો માનું, મમ્મીનો કે પપ્પાનો ?
તમણે જ જીવન આપ્યું, તેમણે જ જીવતાં શીખવ્યું.
તેમણે જ કપડાં પહેરાવ્યાં, તેમણે જ ચાલતાં શીખવ્યું.
તેમણે જ શિક્ષણ આપ્યું, તેમણે જ ગણતાં શીખવ્યું.
તેમણે જ વિચાર આપ્યા, તેમણે જ બોલતાં શીખવ્યું,
તેમણે જ વહાલ વરસાવ્યું ને તેમણે જ સંસ્કાર સીંચ્યા.
સાથે આપનો પણ
મિત્રો, સાગા-સબંધી, ભાઈ-બહેન, પત્ની અને બાળકો;
આપ સૌએ ટકાવી રાખ્યો છે, જીવન જીવવાનો ઉમળકો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment